સોમનાથઃ સોમનાથના ધારાસભ્યની અરજી બાદ ચોરવાડ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના બેનરો સળગાવવાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પત્ર દ્વારા સમગ્ર મામલામાં તેમના પરિવાર પર જાનનું જોખમ છે. તેને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચોઃ Surat Crime: કડોદરામાં જ્વેલર્સના શૉ રૂમમાંથી 5 લાખની ચોરી કરી 2 તસ્કર ફરાર
ફરિયાદ થઈઃ ચોરવાડ પોલીસે વિમલ ચુડાસમાની અરજી ને પગલે અજાણ્યા ઈશમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલો વર્ષ 2009 ના સપ્ટેમ્બર મહિનાનો છે. આજે પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે અજાણ્યા ઈસુમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ધર્મપત્ની જલ્પાબેન ચુડાસમા કામ કરી રહ્યા છે ત્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં નગરપાલિકાના વિકાસના કામોને લઈને જે બેનર લગાવવામાં આવ્યું હતું.
કૃત્ય હતુંઃ વિમલ ચુડાસમાના ફોટા પર કેટલાક અજાણ્યા ઈસમો એ આગ લગાવી હતી. જેને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેટલાક રાજકીય હિત શત્રુઓ તેમને શારીરિક ઈજાઓ પહોંચાડવા માટે આ પ્રકારનું હીન કૃત્ય કરી રહ્યા છે. તેવી અરજી ચોરવાડ પોલીસમાં અને સમગ્ર મામલાની જાણ રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે ગૃહ પ્રધાનને કરી હતી તે મામલામાં આજે ચોરવાડ પોલીસ હરકતમાં આવી છે. કેટલાક અજાણ્યા ઈશમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
તપાસ શરૂઃ ચોરવાડ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કચોટે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હાલ તો પ્રાથમિક તબક્કે અજાણ્યા ઈશ્મો વિરુદ્ધ બેનર સળગાવવા ને લઈને અરજીબાદ પોલીસ ફરિયાદમાં તપાસ શરૂ કરી છે. બેનર ને આગ લગાવનાર કોણ હતા? આગ લગાવવા પાછળનો ઇરાદો શું હતો અને અરજીમાં જે રીતે વિમલ ચુડાસમાએ ઉલ્લેખ કર્યો છે. તે મુજબ તેમને શારીરિક જાનહાની થાય તેવી ઇજાઓ કરવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ Rajkot Crime: રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, માર માર્યાનો પરિવારજનોનો આક્ષેપ
ગુનો દાખલઃ તમામ વિગતોને લઈને આગામી દિવસોમાં પોલીસ તપાસ કરશે પરંતુ હાલ તો અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે સમગ્ર મામલામાં કોઈપણ વ્યક્તિ પોલીસ પકડમા નથી. આગામી દિવસોમાં તપાસને અંતે કોઈ પુરાવા પોલીસને પ્રાપ્ત થશે ત્યારબાદ જે તે વ્યક્તિની કાયદાકીય રીતે અટક કે તેની પુછપરછ પોલીસ કરી શકશે. પરંતુ હાલ તો માત્ર અરજીને આધારે અજાણ્યા ઈશમો વિવિધ ગુનો દાખલ થયો છે. જેની તપાસ ચોરવાડ પોલીસ કરી રહી છે.