સમગ્ર દેશમાં બીજી ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત દેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે જૂનાગઢ મહાનગર પાલિકાએ એક આવકારદાયક પહેલ કરી છે. મનપા કચેરીના અત્યાર સુધી પ્લાસ્ટિકની સીલબંધ પાણીની બોટલમાં પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવતી હતી. ત્યારે હવે પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢની દિશામાં મનપાએ આગળ આવીને પ્લાસ્ટિકની બોટલની જગ્યા પર પંચ ધાતુના પીવાના પાણીના ગ્લાસની વ્યવસ્થા કરી છે.
આમ,પ્લાસ્ટિકથી થતાં પર્યાવરણના નુકસાનને અટકાવવા તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કારઈ છે. જે અંતર્ગત પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા મુદ્દેની ઝુંબેશ ચલાવવામાં આવી છે.