જુનાગઢ વિસ્તારના વોર્ડ નંબર 1 સરગવાડા ગામના(Sargwada village in Junagadh) રહીશોએ જુનાગઢ મનપાના ઉદાસીન વલણને કારણે લોક ફાળો કરીને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી છે. પાછલા બે દસકાથી સરગવાળા ગામના લોકો જુનાગઢ મનપા કચેરીને ધકા ખાઈને અંતે ત્રાસી ગયા હતા. આજે ગામ લોકોએ ફાળો કરીને ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાના શ્રી ગણેશ કર્યા છે.
સમસ્ત ગામની સમસ્યા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન(Junagadh Municipal Corporation) વિસ્તારના વોર્ડ નંબર 1 ના સરગવાળા ગામના લોકો પાછલા બે દસકાથી પીવાના પાણીની સમસ્યાને લઈને ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. પાછલા 20 વર્ષથી ગામના લોકો જુનાગઢ મનપા વહીવટી તંત્રને (Junagadh Municipal Office) અનેક વાર પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે રજૂઆતો કરી હતી. તેમ છતાં ગામમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહીં થતાં ગામ લોકો ખૂબ નિરાશ થયા હતા. હવે ગામની પીવાના પાણીની વ્યવસ્થા સમસ્ત ગામની સમસ્યા છે. તેનું નિરાકરણ જુનાગઢ મનપા નહીં પરંતુ ગામના લોકો સ્વયં કરશે તેવો નિર્ણય કરીને ગામ લોકોએ પીવાના પાણીની વ્યવસ્થા સ્વયંમ ઉભી કરવાની દિશામાં ખૂબ જ આવકારદાયક અને નિર્ણાયક પગલું ભર્યું છે.
ગામના પ્રત્યેક લોકો સુધી લોક ફાળાથી પીવાના પાણીની કરી વ્યવસ્થાવોર્ડ નંબર એકના સરગવાડા ગામના રહીશો દ્વારા શહેરના નવનિર્મિત રામજી મંદિર વિસ્તારમાં એક લાખ કરતા વધુ ના લોક ફાળાથી પીવાના પાણી માટેના બોરની વ્યવસ્થા આજથી ઉભી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સરગવાડા ગામના લોકો લોક ફાળાથી ઉભી થયેલી પાણીની વ્યવસ્થા ગામના પ્રત્યેક લોકો સુધી મળે અને જુનાગઢ મનપાની કચેરી ના ધક્કા ખાવાનું ટળે તેવા મક્કમ મનોબળ અને ઈરાદા સાથે લોક ફાળા થી ગામ લોકોએ સ્વયમ પાણીનો બોર કરાવ્યો છે. મનપાની ઉદાશીન નીતિ ગામ લોકોને સ્વયં પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે મજબૂર કરી ગઈ અને અંતે આજે ગામ લોકોએ લોક ફાળાથી ગામમાં પીવાના પાણીની પોતાની વ્યવસ્થાઓ ઊભી કરી છે. હવે ગામ લોકો જૂનાગઢ મનપાનું પાણી નથી જોઈતું તેવા નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે.