જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા ગામડાઓને 24 કલાક વિજળી આપવા મોટીમોટી જાહેરાતો કરવામાં છે અને તેમને જ્યોતિગ્રામ નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ જ્યોતિગ્રામ યોજના ફકત કાગળો ઉપર જ ચાલતી હોવાના આક્ષેપ સાથે માંગરોળ પંથકના ગોરેજ ગામના ગ્રામજનો કહી રહ્યા છે કે, છેલ્લા ઘણાં સમયથી રાત્રીના સમયે વિજળી જવાના કારણે અને બપોરના મનફાવે ત્યારે વિજળી ફરી પાછી આપવામાં આવે છે.
જ્યારે પીજીવીસીએલના ઇજનેરને મૌખીક પૂછતાં જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરનું 25 લાખ જેવું બીલ બાકી હોવાથી મેઇન્ટેનન્સ ખોરવાયું હતું. જ્યારે લોકો તો ઠીક છે પરંતુ મુંગા પશુઓ પાણી માટે વલખાં મારી રહયા છે. કૂવો છે, કૂવાના પાણી અને નર્મદાના પાણી પણ છે પરંતુ વિજળી ન હોવાથી હવાડાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ઉચ્ચ કક્ષાએથી આ બાબતનું નિરાકારણ થાય તેવી લોકમાંગ ઊઠી છે.