ETV Bharat / state

જૂનાગઢ મનપાની સાધારણ સભામાં મુદ્દાનો હલ થશે કે વાદ વિવાદ? - Dog torture in Junagadh

જૂનાગઢ મનપાની સાધારણ સભા (Junagadh Municipal Corporation)મળવા જઈ રહી છે. જેમાં વડીલો માટે શ્રવણ કુમાર યોજના, શ્વાનો, તેમજ ઘન કચરા જેવા મુદ્દાને લઈને વાત થઈ શકે તેમ છે. જે પૈકી કેટલાક મુદ્દાને લઇને શાસક અને વિપક્ષ વચ્ચે વિરોધ પણ જોવા મળી શકે છે. (ordinary meeting point in Junagadh)

જૂનાગઢ મનપાની સાધારણ સભામાં મુદ્દાનો હલ થશે કે વાદ વિવાદ?

author img

By

Published : Dec 19, 2022, 9:39 PM IST

જૂનાગઢ : આવતીકાલે જુનાગઢ મનપાની સાધારણ સભા મળવા જઈ રહી છે. જેમાં જૂનાગઢનાં વિકાસને લઈને કેટલાક ઠરાવો શાસક પક્ષ દ્વારા કરવામાં આવી શકે છે. જે અંતર્ગત શહેરમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા વૃદ્ધોને શ્રવણ કુમાર યોજના (Shravan Kumar Scheme) અંતર્ગત ઘરે તબીબી સવલતો મળી રહે તે માટેનું આયોજન કરાયુ છે. તો ઘન કચરાના નિકાલ અને તેના સેગ્રીગેશનને લઈને પણ ખાનગી કંપનીઓને કામ સોંપવામાં આવી શકે છે. જૂનાગઢનો એકમાત્ર કોર્પોરેશન હસ્તકનો શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાનગી કંપનીને સોંપવાનો કોઈ અંતિમ નિર્ણય થઈ શકે છે. જેમાં શાસક અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દાને લઈને ભારે વિરોધ પણ થઈ શકે છે. (Ordinary meeting of Junagadh municipality)

આ પણ વાંચો જાણો કયા 11 ધારાસભ્યોએ સંસ્કૃતમાં તો 2 ધારાસભ્યો માતાજીના નારા સાથે શપથ લીધા

શું મુદાઓ હોય શકે આ ઉપરાંત શહેરમાં સૂકો અને ભીનો કચરો (Garbage issue in Junagadh) અલગ અલગ રહે તે માટે 2 લાખ અને 300 જેટલી નાની મોટી કચરા પેટી ખરીદવાનો ઠરાવો થવાની પૂરી શક્યતા છે. અંદાજિત 01 કરોડ 96 લાખના ખર્ચે 02 લાખ જેટલી 10 લિટરની ભીનો અને સૂકો કચરો અલગ રાખી શકાય તેવી કચરાપેટી ખરીદવાનો ઠરાવ થઈ શકે છે. 100 લિટરની 300 નંગ કચરાપેટી ખરીદવાનો નિર્ણય લેવાઈ શકે છે. જેની પાછળ 08 લાખ 40 હજાર જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. 15 કરોડના ખર્ચ તૈયાર થયેલ (JMC General Assembly 2022) ઘન કચરાના નિકાલ માટે પ્લાન્ટ ઉભો કરવાનું કામ પણ ખાનગી કંપનીને સોંપવામાં આવી શકે છે. જેની પાછળનો ખર્ચ પ્રતિ ટન 672 રૂપિયા જેવો આંકવામાં આવ્યો છે. આ મુદ્દાઓને લઈને વિરોધ પક્ષ ઉગ્રતા સાથે શાસક ભાજપ સામે અવાજ બુલંદ કરી શકે છે. (ordinary meeting point in Junagadh)

આ પણ વાંચો ઇમ્પેક્ટ ફી સુધારો બિલ ગૃહમાં પસાર કરાશે, આવા બાંધકામને થશે સીધી અસર

શ્રવણ કુમાર યોજનાનો થશે પ્રારંભ 65 વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને ઘરે બેઠા વિવિધ 18 જેટલા તબીબી ટેસ્ટ તેમજ નાની મોટી બીમારીઓની તમામ તપાસ તેમના ઘરે બેઠા મળી રહે તે માટેની નવી યોજના શરૂ થઈ (Junagadh Municipal Corporation) શકે છે. જેની પાછળ અંદાજે 2,24,000 કરતાં વધુના પ્રતિ માસિક ખર્ચની જોગવાઈને સાધારણ સભામાં મંજૂરી આપવામાં આવી શકે છે. વધુમાં શહેરમાં રખડતા શ્વાનોના (Dog torture in Junagadh) ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા માટે નસબંધીની યોજના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાઈ શકે છે. અગાઉ સુપ્રીમ કોર્ટે શ્વાનોની નસબંધી અને અમાનવીય કૃત્ય ગણાવ્યું હતું, ત્યારે આવતીકાલે આ મુદ્દાને લઈને કેવા નિર્ણય થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. (Waste disposal issues in Junagadh)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.