જૂનાગઢઃ જિલ્લામાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપાયો છે. જિલ્લાના માંગરોળ શહેર માટે મંજૂરીકામ કરતા યુનુસ જાગા નામના આરોપી પાસેથી મેફેડ્રોન એપીએટ ગાંજો અને ચરસ મળીને કુલ રુપિયા 93 હજાર કરતાં વધુના મુદ્દામાલ સહીત આરોપીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નશાનો કારોબાર ઝડપાયોઃ કેટલાક મહિનાઓથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં નશાનો કારોબાર અને નશાનું વહેચાણ થવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ચરસ ગાંજો અને મેફ્રેડોન પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને જિલ્લાના માંગરોળ શહેરમાંથી ગુલઝાર ચોક નજીક યુનુસ જાગા નામના આરોપી પાસેથી પ્રતિબંધિત નશો કરવા માટે વપરાતા ચાર અલગ અલગ જાતના પદાર્થોને પકડી પાડી ને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલામાં પોલીસને પૂર્વ બાતમી મળી હતી. તેને આધારે આરોપી સુધી પહોંચવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સફળતા મળી છે. જેમાં આરોપી યુનુસ જાગા નશીલા પદાર્થ સાથે ઝડપાઈ ગયો છે.
નશાના પદાર્થો ઝડપાયાઃ જુનાગઢ પોલીસને પૂર્વ બાતમી મળી હતી કે માંગરોળ શહેરમાં મજુરી કામ કરતા યુનુસ જાગા વિવિધ નશાકારક પદાર્થનું વેચાણ કરી રહ્યું છે. ત્યારે પોલીસ છે ગત રાત્રીના સમયે ગુલઝાર ચોક નજીકથી તેને બાઈક સાથે ઝડપી પડાયો હતો. જેમાં 3.580 ગ્રામ મેફેડ્રોન 3.020 ગ્રામ એપીએટ 91.250 ગ્રામ ગાંજો અને 3.810 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. જેને પોલીસે કબજો કરીને નશાના કારોબાર સાથે સંકળાયેલા માંગરોળના મજૂર યુનુશ જાગાની ધરપકડ કરી અને તેની પાસેથી કુલ 93,600 કરતાં વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. હાલ પોલીસ સમગ્ર મામલામાં નશાનો પદાર્થ ક્યાંથી આવ્યો અને તેના મુખ્ય સપ્લાયર કોણ છે. તેને લઈને આરોપી યુનુશ જાગા ની પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર
પોલીસને સફળતાઃ જૂનાગઢ જિલ્લામાં નશીલો પદાર્થ મળવાના કિસ્સાઓ હવે સતત સામે આવી રહ્યા છે જેને ચિંતાનો વિષય પણ માનવામાં આવે છે. જૂનાગઢ શહેર માંથી ત્રણ જેટલા આરોપી પાસેથી મેફેડ્રોન સહિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો. બીજીતરફ ચોરવાડ કેશોદ સહિતના તાલુકાઓમાંથી પણ આ જ પ્રકારે નશીલો પદાર્થ પોલીસને પકડી પાડવામાં સફળતા મળી છે. હાલ પોલીસ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી રહી છે પકડાયેલો નશીલો પદાર્થ ક્યાંથી આવ્યો છે, અને તે મોકલનાર કોણ છે તેમજ ખરીદનાર વ્યક્તિ પણ સમગ્ર રેકેટમાં સામેલ છે કે નહીં તેને લઈને પણ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.