જૂનાગઢ: આજે શરદ પૂર્ણિમાનો મહા અવસર (Sharad Purnima 2023) છે. આજના દિવસે કોઇપણ વ્યક્તિ ચંદ્રની શીતળતા પ્રાપ્ત કરવા માટે દેવ દર્શને આવતા હોય છે ત્યારે ગિરનાર પર્વત પર બિરાજતા ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકાના દર્શન કરવા માટે પાછલા ઘણા વર્ષોથી મરાઠી પરિવારો દર મહિનાની પૂનમે દર્શન કરવા માટે આવતા હોઈ છે. શરદ પૂનમના અતિ પાવન અવસરે મરાઠી પરિવારોએ દત્ત મહારાજની ચરણ પાદુકાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજને તેમના ઈષ્ટગુરુ પણ માને છે જેથી પ્રત્યેક પૂનમના દિવસે ભવનાથની ગીરી તળેટી અને ગિરનાર પર્વત જય ગુરુદત્તના નાદથી ગુંજી ઊઠે છે.
મરાઠી પરિવારો દર્શન કરવા આવ્યા: શરદ પૂનમના દિવસે મહારાષ્ટ્રમાં કોઝાગીરી ઉત્સવનું પણ આયોજન થતું હોય (Sharad Purnima 2023) છે. જે ગુરુદત્ત મહારાજને સમર્પિત માનવામાં આવે છે ત્યારે શરદ પૂનમ અને કોઝાગીરી ઉત્સવને લઈને જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગુરુદત્ત મહારાજના દર્શન કરીને મરાઠી પરિવારો ધન્ય બન્યા હતા.
દર્શન કરવા આવેલા ભક્તોમો પ્રતિભાવ: પુનાથી ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે આવેલા ઓમકાર તાપકીરે તેનો પ્રતિભાવ આપ્યો હતોને જણાવ્યું હતું કે કોઝાગીરી ઉત્સવના દિવસે ગુરુદત્ત મહારાજના દર્શન કરવાનો જે લાહ્વો મળ્યો છે તે આહલાદક છે. આજના દિવસે ગુરુદત્ત મહારાજના દર્શન કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થઈ છે. ગુરુદત્ત મહારાજના ચરણોમાં આજે પ્રાર્થના અને વંદન સાથે સૌનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે તેમના દર્શન કર્યા હતા.