ETV Bharat / state

જૂનાગઢની કેટલીક એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ફી ભરી જવા નોટિસ મોકલવામાં આવી - engineering colleges fee

જૂનાગઢની કેટલીક ઇજનેરી સંસ્થાઓએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની ફી ભરી જવા માટે નોટિસો ઈસ્યુ કરી છે.એક તરફ રાજ્ય સરકાર ફી નહીં ભરવાને લઈને સુફિયાણી વાતો કરી રહી છે, તો બીજી તરફ રાજકીય પક્ષો સાથે ખૂબ જ નિકટત્તમ સંબંધો ધરાવતા ઈજનેરી કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓને ફી ભરવા માટે નોટિસો આપી રહ્યા છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Jul 18, 2020, 11:26 PM IST

જૂનાગઢ: શહેરની કેટલીક ઇજનેરી સંસ્થાઓએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની ફી ભરી જવા માટે નોટિસો મોકલી છે. એક તરફ રાજ્ય સરકાર ફી નહીં ભરવાને લઈને સુફિયાણી વાતો કરી રહી છે. જ્યારે બીજી તરફ રાજકીય પક્ષો સાથે ખૂબ જ નિકટત્તમ સંબંધો ધરાવતા ઈજનેરી કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓને ફી ભરી જવા માટે નોટિસો પાઠવી રહ્યા છે.

જૂનાગઢની કેટલીક એન્જિનિયરિંગ કોલેજ દ્વારા ફી ભરી જવા નોટિસ મોકલવામાં આવી

હાલ દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના વાઇરસને લીધે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. મોટા ભાગની સંસ્થાઓ વિદ્યાર્થીઓને ડિજિટલ કે મોબાઈલના માધ્યમથી તેમના ઘર સુધી શૈક્ષણિક અભ્યાસક્રમ અંગે માહિતગાર કરી રહી છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક ફી નહીં લેવી તેવી સ્પષ્ટતા રાજ્ય સરકાર દ્વારા અનેક વખત કરવામાં આવી છે. આમ છતાં શનિવારે જૂનાગઢની કેટલીક ઇજનેરી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરી જવા માટે નોટિસો આપવાની શરૂઆત કરી છે.

જૂનાગઢની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ભરવાપાત્ર થતી શૈક્ષણિક ફી ભરી જવા માટે કેટલાક વિકલ્પો સાથેની નોટિસો આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, જે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી ભરી જવા માટે નોટિસો પાઠવી રહ્યા છે. તેના સંચાલકો રાજકીય પક્ષો સાથે ખૂબ જ નિકટતા ધરાવે છે, એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ પાસેથી ફી નહિ ઉઘરાવી તેવા આદેશો કરી રહી છે. તેની વચ્ચે રાજકીય પક્ષો સાથે જોડાયેલા અને રાજકીય પીઠબળ ધરાવતા સંચાલકો વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી ભરી જવા માટે નોટિસ મોકલી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.