જૂનાગઢ જૂનાગઢમાં જૂન મહિનામાં વન મહોત્સવ (Van Mahotsav 2022 )કાર્યક્રમ દરમિયાન 500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. જોકે તે બાદ જૂનાગઢ વન વિભાગની બેદરકારીના (Junagadh Forest Department Negligence )કારણે વૃક્ષો સૂકાઈ જવા પામ્યાં છે. ત્યારે પ્રકૃતિ પ્રેમી યુવાન (Nature lover Youth of Junagadh )દ્વારા આ વૃક્ષોને નવજીવન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
વન મહોત્સવ વૃક્ષારોપણ જૂનાગઢ વન વિભાગની ભારે બેદરકારી સામે આવી છે. ગત જૂન મહિના દરમિયાન આયોજિત થયેલા વન મહોત્સવ (Van Mahotsav 2022 )અંતર્ગત ફાવવામાં આવેલા 500 કરતાં વધુ વૃક્ષો આજે યોગ્ય રખરખાવ નહીં થવાને કારણે સુકાઈ (Junagadh Forest Department Negligence )રહ્યા છે. ગત જૂન મહિનામાં ખૂબ મોટા ખર્ચે જૂનાગઢ વન વિભાગ (Junagadh Forest Department ) દ્વારા બિલખા રોડ પર આવેલી બહુદ્દીન વિનયન કોલેજની હોસ્ટેલમાં 500 કરતાં વધારે વૃક્ષોના વાવેતર કર્યાં હતાં.
વૃક્ષો બચાવવા ઝઝૂમતો પ્રકૃતિ પ્રેમી યુવાન પરંતુ વાવેતર કર્યા બાદ વન વિભાગ આ વૃક્ષોને ભૂલી જતા તે સુકાઈ રહ્યા હતા. ત્યારે અહીં નજીકમાં રોડ પર છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પ્રકૃતિ પ્રેમી યુવાને (Nature lover Youth of Junagadh )આ વૃક્ષોને નવજીવન આપવાનું કામ શરૂ કર્યો અને આજે કેટલાક વૃક્ષો આ યુવાનની મહેનતને કારણે સુકાતા બચી જવા પામ્યા છે.
આ પણ વાંચો એક પ્રકૃતિ પ્રેમી જે કરી રહ્યા છે એવુ કામ કે જેને જોઈને આપણે કહીશુ...
વન વિભાગએ વૃક્ષો પ્રત્યે દાખવ્યું દુર્લભ જૂનાગઢનો વન વિભાગ (Junagadh Forest Department ) આરંભે સુરા જેવા હુલામણા નામથી પ્રખ્યાત છે. ત્યારે સુકાઈ રહેલા વૃક્ષો પ્રકૃતિ પ્રેમી યુવાન વિપુલની (Nature lover Youth of Junagadh )નજરે આવતા તેમણે વન વિભાગના અધિકારીઓનો ધ્યાન પણ દોર્યું હતું. તેમ છતાં વન વિભાગના અધિકારીઓએ સુકાતા ઝાડને બચાવવા (Junagadh Forest Department Negligence )માટે કોઈ કામગીરી શરૂ ન કરી. ત્યાર બાદ જે ઝાડ સુકાવા ને વાંકે ઉભા જોવા મળતા હતા. તેને બચાવવા માટે વિપુલે અભિયાન શરૂ કર્યું અને હાલ તે દરરોજ જે ઝાડ બચી ગયા છે. તેને પાણી સિંચીને નવપલિત કરી રહ્યો છે વન વિભાગ પાસે વિપુલે પાણી આપવાની ટેકનીકલ વ્યવસ્થા થાય તો તે પોતાની શ્રમ બળે આ વૃક્ષોને જીવિત રાખી શકશે તેવી અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ વન વિભાગે પ્રકૃતિ પ્રેમી યુવાનની આ રજૂઆતને ઉડાવી દીધી. ત્યારબાદ આ યુવાને પોતાના ખર્ચ ઝાડને જીવતા રાખવાનો પ્રયાસ શરૂ રાખ્યો છે.
યુવાને પોતાના ખર્ચે પાણીની કરી વ્યવસ્થા પ્રકૃતિ પ્રેમી યુવાન વિપુલે વન વિભાગની આનાકાની બાદ સુકાઈ (Junagadh Forest Department Negligence ) રહેલા વૃક્ષોને બચાવવા માટે પોતાના ખર્ચે પાણીની ટાંકી અને પાઇપલાઇનની વ્યવસ્થા કરી અને જે ઝાડ સુકાતા બચી ગયા હતાં તેને પાણી આપીને નવજીવન આપ્યું છે. વધુમાં આ યુવાને (Nature lover Youth of Junagadh )તેના ખર્ચે વધુ કેટલાક ઝાડનું રોપણ કરીને આ વિસ્તારને હરિયાળીવાળો બનાવવાનો નક્કી કર્યું છે. વિપુલ માને છે કે ઉનાળા દરમિયાન અહીંથી પસાર થતા લોકોને આ વૃક્ષો છાયો આપશે. તો સાથે સાથે અનેક પશુ પક્ષીઓને ખોરાકની સાથે ઘર બનાવવાની એક નવી વ્યવસ્થા આ ઝાડ થકી ઊભી થશે. જેને લઈને તે વહેલી સવારથી ઝાડને ઉછેરવાની ક્રિયામાં લાગી પડે છે.