ETV Bharat / state

રાજીવ ગાંધીના પગલે PM મોદી? - rajiv gandhi

જૂનાગઢ: વર્ષ 1989માં રાજીવ ગાંધીને ચા પીવડાવનારા અઝીઝભાઈ સોરઠીયાએ વડાપ્રધાન મોદીને પણ ચાની એક ચુસ્કી પીવડાવવા માટે આતુર છે. જૂનાગઢમાં છેલ્લા 60 વર્ષથી જૂની સિવિલ હોસ્પિટલ પાસે ફિલિપ્સ હોટલ નામની ચા ની હોટેલ ધરાવનારા અઝીઝભાઈ વડાપ્રધાન મોદીને પણ ચા પીવડાવવા માટે આતુર જોવા મળી રહ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 1:18 PM IST

Updated : Apr 9, 2019, 1:29 PM IST

જૂનાગઢમાં કોઈ પણ વડાપ્રધાન આવે ત્યારે જૂની સિવિલ હોસ્પિટલ નજીક આવેલી અને છેલ્લા 60 વર્ષથી કાર્યરત ચા ની હોટેલ ફિલિપ્સ અચૂક યાદ આવી જાય છે. વાત વર્ષ 1989ની છે, જ્યારે વડાપ્રધાન રાજીવ ગાંધી જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા, ત્યારે હોટેલ ફિલિપ્સના માલિક અઝીઝભાઈએ રાજીવ ગાંધીને ચાની ચુસ્કી લેવા માટેનું ખાસ નિમંત્રણ પાઠવ્યું અને રાજીવ ગાંધીએ તેનો સ્વીકાર કરી ચા ની ચુસ્કી માણીને અહીંથી રવાના થયા હતા. ત્યારથી જૂનાગઢની હોટેલ ફિલિપ્સ સમગ્ર સોરઠ પંથકમાં ખ્યાતનામ બની ગઈ છે.

હવે જ્યારે આગામી 10મી એપ્રિલે તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર પ્રસાર માટે આવી રહ્યા છે, ત્યારે ફરી એક વખત અઝીઝભાઈ વડા પ્રધાનને ચાની એક ચુસ્કી માટે નિમંત્રણ આપી રહ્યા છે. અઝીઝભાઈએ વધુમાં જણાવ્યું કે એક ચા વાળો બીજા ચા વાળાને ચા પીવાનું નિમંત્રણ આપે છે. જો નરેન્દ્ર મોદી હોટેલ ફિલિપ્સમાં ચા પીવા માટે આવશે તો એક ચા માંથી અમે બન્ને ચાનો સ્વાદ માણીશુ આવા આત્મ વિશ્વાશ સાથે અઝીઝભાઈ નરેન્દ્ર મોદીનો ઇંન્તજાર કરી રહ્યા છે.

જુનાગઢની હોટેલ ફિલિપ્સમાં PM મોદીને ચા નું આમંત્રણ

વર્ષ 1989માં રાજીવ ગાંધીના પ્રચાર કરવા છતાં તેમના ઉમેદવાર મો.લા પટેલને હાર સહન કરવી પડી હતી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને પોરબંદરના રમેશ ધડુક જીતશે કે પછી હારશે તે તો આગામી 23 મેં ના રોજ સૌને ખબર પડશે. પરંતુ, જો વડા પ્રધાન મોદી 10મી તારીખે હોટેલ ફિલિપ્સમાં ચા નો એક ગરમ ઘૂંટ મારશે તો પરિણામ પર અસર જોવા મળશે તે તો નક્કી જ છે.

Last Updated : Apr 9, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.