જૂનાગઢઃ જિલ્લાના માણાવદરના નાકરા ગામના આગેવાન દિવ્યેશ પાનસેરીયા ગટર અને રસ્તામાં ભ્રષ્ટાચાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ, તેમજ સાંસદ રમેશભાઇ ધડુક, કેબિનેટ પ્રધાન તથા કલેકટરને ગામના રોડ અને ગટરના કામની રજૂઆતો કરી છે, થોડા દિવસ પહેલાં દિવ્યેશ પાનસેરીયાએ ઓનલાઇન અરજી કરી છે. છતાં પણ પરિણામ આવ્યું નથી હવે ગામલોકો આંદોલન કરવા મક્કમ બન્યા છે, છેલ્લા એક વર્ષથી ગામલોકો તપાસ માગી રહ્યા છે, છતાં અધિકારીઓ કામ જોવા ના આવતા ગામમાં રોષ ભભુકી રહયો છે.
માણાવદરના નાકરા ગામે રૉડ તથા ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો છે.
ગામના રોડના કામમાં ગેરરીતિને કારણે રસ્તા તૂટી ગયા છે. ગટરના કામમાં હલકી પાઇપલાઇન ફીટ કરેલી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે અને તેના કારણે ગટર લાઇન બંધ થઇ ગયેલી છે. ગટરનું ખરાબ પાણી બહાર આવી રહયું હોવાથી રોગચાળો વકરે તેમ છે. સ્થળ તપાસ સમયે અરજદાર તથા ગામલોકોને સાથે રાખવા અરજીમાં જણાવ્યું છે.
નાકરા ગામના લોકો જોરદાર આંદોલન કરવા અને જરૂર પડે તો કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર બેસવાનું મન મનાવી બેઠા છે.