ETV Bharat / state

Ramnavmi 2023: રામભક્તો પુણ્ય કમાયા તો મુસ્લિમ ભાઈઓએ આંતરડી ઠારી, જલ સેવા કરી જાનકી નાથને કર્યું નમન - Ramnavmi Hindu festival

હિન્દી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જાણીતા કવાલ અને કવિ નસીમ શંકરની એક સરસ શાયરી છે. હમ ક્યાં બનને આયે થે ઔર ક્યા બના બેઠે, કહી મસ્જિદ બના બેઠે કહી મંદિર બના બેઠે. હમસે તો અચ્છી પરિંદે કી જાત હૈ કભી મંદિર પે જા બેઠે કભી મસ્જિદ પે જા બેઠે. વડોદરામાં રામનવમીના દિવસે એક બાજુ બે જૂથ બાખડી રહ્યા હતા પથ્થરમારો થઈ રહ્યો હતો. ત્યાં બીજી તરફ જૂનાગઢમાં કોમી એકતાનું સરસ ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં મુસ્લિમ સમુદાયના ભાઈઓએ જળ સેવા રામ ભક્તો માટે પૂરી પાડી હતી. જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં છેલ્લા 38 વર્ષથી શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે. બપોરના સમયે જ્યારે યાત્રા નીકળી ત્યારે મુસ્લિમ યુવાનોએ પાણી પૂરું પાડ્યું હતું.

રામભક્તો પુણ્ય કમાયા તો મુસ્લિમ ભાઈઓ એ આંતરડી ઠારી

author img

By

Published : Mar 31, 2023, 10:20 AM IST

રામભક્તો પુણ્ય કમાયા તો મુસ્લિમ ભાઈઓ એ આંતરડી ઠારી

જૂનાગઢ: રામનવમીના દિવસે વડોદરામાં જ્યાં પથ્થર મારો થયો અને સ્થિતિ સંવેદનશીલ હતી એવા સમયે જૂનાગઢમાં દુઆ કમાવાનું કામ થઈ રહ્યું હતું. મુસ્લિમ ભાઈઓએ શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા રામ ભક્તો માટે પીવાનું પાણી પૂરું પાડ્યું હતું. ભર બપોરે જ્યારે શોભાયાત્રા પસાર થઈ રહી હતી એ સમયે મુસ્લિમ ભાઈઓ પીવાનું પાણી પૂરું પાડી રહ્યા હતા. આ તમામ મુસ્લિમ ભાઈઓ એ શાયર રવિ કુમારના શેર સાચા પુરવાર કર્યા છે. બંધ કરો યે લડના ઝઘડના ઇસસે ખુદા કા ક્યાં વાસ્તા, કરો કામ મોહમ્મદ રામ કે જેસે, જિસસ સે મિલે મુક્તિ કા રાસ્તા.

કોમી એકતાનું દ્રષ્ટાંત: મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ પ્રસંગે પાછલા 38 વર્ષથી શોભાયાત્રાનું આયોજન જુનાગઢ ના ઉપરકોટ વિસ્તારમાંથી વિવિધ સનાતન ધર્મના સંગઠનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે નીકળેલી શોભાયાત્રા માં સામેલ રામ ભક્તો માટે જળ સેવા પૂરી પાડીને મુસ્લિમ યુવાનોએ કોમી એકતા નું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બપોરના સમયે નીકળેલી શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ યુવાનો હાથમાં પાણી અને શરબત લઈને યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટેની સેવા કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો Junagadh News: માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધામાં દીકરી દાઝી, યજ્ઞમાં હાથ-પગ મૂકી દીધા

પ્રસંગોનું કરાયું નિરૂપણ: શોભા યાત્રા દરમિયાન બાળકો ભગવાન શ્રી રામના ચરિત્ર અને તેના વનવાસ સાથે જોડાયેલા તમામ પ્રસંગોને ફરી એક વખત લોકો સમક્ષ ખડા કર્યા હતા. ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા તમામ પ્રસંગો કેજે રામચરિત્ર માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. તેવા તમામ પ્રસંગો ઝાંખીના રૂપમાં શોભાયાત્રામાં સામેલ થયા હતા. વધુમાં આ શોભાયાત્રા માં દેશ પ્રેમની સાથે પર્યાવરણ અને વ્યસન મુક્તિ માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ

મુક્ત શોભાયાત્રા: ભગવાન રામના જન્મોત્સવની શોભાયાત્રા પ્રથમ વખત ડીજે મુક્ત જોવા મળી હતી. અવાજ અને ઘોંઘાટનું પ્રદૂષણ ઘટે તે માટે પણ આજની શોભાયાત્રામાં ડીજે ને પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. વધુમાં શોભાયાત્રા દરમિયાન તલવારબાજી જેવા પ્રસંગોને પણ અનુમતિ આપવામાં આવી ન હતી. આજની શોભાયાત્રા સનાતન ધર્મની પરંપરા મુજબ અને ધર્મની જે પ્રતિજ્ઞા છે. તે મુજબ યોજવામાં આવી હતી. આ પ્રકારનો અનુભવ જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે આવનારા તમામ વર્ષોમાં આ જ પ્રકારે શોભાયાત્રાનું આયોજન થતું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.