જૂનાગઢઃ હાલ કોરોના વાયરસ વૈશ્વિક મહામારી બનીને દુનિયાના 95 ટકા કરતાં વધુ દેશોને પરેશાન કરી રહ્યો છે કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે વિશ્વના તબીબો અને પ્રયોગશાળાઓ ભારે કોશિશ કરી રહ્યાં છે. પરંતુ તબીબી વિજ્ઞાનમાં હજુ સુધી કોરોના વાઈરસને હરાવી શકાય કે તેને અટકાવી શકાય તેવો એકપણ પ્રયાસ અત્યાર સુધી સફળ થયો હોય તેવું લાગતું નથી. ત્યારે જૂનાગઢના શાસ્ત્રીય સંગીત કલાકારે મ્યૂઝિક થેરાપી થકી વૈશ્વિક મહામારી કોરોનાને હરાવી શકાય છે અને લોકો મ્યૂઝિક થેરાપીને દૈનિક જીવનનો ભાગ બનાવીને કોઈપણ મહામારી સામે પોતાનું રક્ષણ કરી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હાલ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. વાઇરસનો હજુ સુધી એક પણ તોડ મેળવવામાં તબીબી વિજ્ઞાન સફળ થયું નથી. ત્યારે શાસ્ત્રીય સંગીતની રાગરાગિણીઓમાં મહત્વના એવા રાગ માલકૌસ દ્વારા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તેની શક્તિથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં આશ્ચર્યજનક વધારો થઇ શકે છે અને તેના પરિણામે કોરોના વાઇરસ સહિત અનેક બીમારી જડમૂળથી નાબૂદ થાય તેવી પ્રબળ શક્યતા છે.