ETV Bharat / state

Muharram 2023 : જુનાગઢમાં 200 વર્ષથી અનુસરાતી ચાંદીની સેજ દર્શનાર્થે રાખવાની પરંપરા

સમગ્ર ભારત વર્ષમાં જુનાગઢમાં એકમાત્ર જગ્યાએ મોહરમ પર્વની ખાસ ઉજવણી કરવામાં આવે છે. અહીં મોહરમ પૂર્વે ચાંદીની સેજ દર્શનાર્થે રખાતી હોય છે. આ પરંપરા જૂનાગઢમાં પાછલા 200 વર્ષથી અનુસરાતી આવી છે. ચાંદીની સેજ નવાબે અર્પણ કરી હોવાની સાથે પરંપરાગત રીતે કાદરી પરિવાર સેજનું પૂજન કરીને દર્શનાર્થે મૂકતા હોય છે.

Muharram 2023
Muharram 2023
author img

By

Published : Jul 28, 2023, 10:32 PM IST

જુનાગઢમાં 200 વર્ષથી અનુસરાતી ચાંદીની સેજ દર્શનાર્થે રાખવાની પરંપરા

જુનાગઢ : મોહરમનું પર્વ કરબલાના શહીદ ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોએ કરબલામાં સત્ય અને માનવ ધર્મની રક્ષા કાજે શહીદી વહોરી હતી. જેના માનમાં મોહરમ પર્વની ઉજવણી થતી હોય છે. ત્યારે જૂનાગઢમાં સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર જગ્યાએ મોહરમ પર્વ પૂર્વે ચાંદીની સેજ દર્શનાર્થે રખાતી હોય છે. આ પરંપરા જૂનાગઢમાં પાછલા 200 વર્ષથી જોવા મળે છે. ચાંદીની સેજ નવાબે અર્પણ કરી હોવાની સાથે પરંપરાગત રીતે કાદરી પરિવાર સેજનું પૂજન કરીને દર્શનાર્થે મૂકતા હોય છે.

ચાંદીની સેજ
ચાંદીની સેજ

200 જૂની પરંપરા : પાછલા 200 વર્ષ કરતાં પણ વધુ સમયથી જૂનાગઢમાં મોહરમ પર્વમાં ચાંદીની સેજ દર્શનાર્થે રાખવામાં આવતી હોય છે. આ પરંપરા જૂનાગઢમાં પાછલા 200 વર્ષ કરતાં પણ વધુ સમયથી સતત જોવા મળે છે. આ દર્શનાર્થે મૂકવામાં આવેલ ચાંદીની સેજ જૂનાગઢના નવાબ દ્વારા આપવામાં આવી છે. જેનું આજદિન સુધી પરંપરાગત ઇસ્લામ ધર્મ અનુસાર કાદરી પરિવાર દ્વારા સેજનું પૂજન કરવામાં આવે છે. મોહરમ પર્વ પૂર્વે ઇસ્લામ ધર્મની સાથે સર્વ ધર્મના લોકો સેજના દર્શન કરી શકે તે માટે જાહેર સ્થળ પર રાખવામાં આવે છે.

આ પરંપરા પાછલા 200 કરતાં વધુ વર્ષથી જોવા મળે છે. ચાંદીની સેજ દર્શનાર્થે આવે તે પૂર્વે જૂનાગઢના ઓટા વિસ્તારમાં તે ઇસ્લામ ધર્મની પરંપરા મુજબ ચાંદીની સેજ સાત આંટા ફરે છે. તે દરમિયાન તમામ ભાવિકો ચાંદીની સેજને કાંધો આપે છે. સેજ પડમાં આવ્યા બાદ તમામ જગ્યાએ તાજીયાના દર્શન ઉપરાંત સબીલ પ્રસાદ અને ન્યાજ આપવાની પણ શરૂઆત થાય છે.-- સૈયદ મુખ્તાર કાદરી ઝીલાની

ચાંદીની સેજ : આજે રાત્રીના 12 કલાક સુધી સેજ દર્શનાર્થે રાખવામાં આવશે. ત્યારબાદ સેજને ઇસ્લામ ધર્મની પરંપરા મુજબ ફરી તેના નિર્ધારિત સ્થળે સ્થાપિત કરવામાં આવશે. જે આવતા વર્ષે આવનારા મોહરમ પૂર્વે ફરી એક વખત લોકોના દર્શન માટે બહાર કાઢવામાં આવશે. આ પ્રકારના સેજના દર્શન ભારતવર્ષમાં એકમાત્ર જૂનાગઢમાં થાય છે. જેના કારણેે આ ધાર્મિક પરંપરા ખૂબ મહત્વની માનવામાં આવે છે.

200 જૂની પરંપરા
200 જૂની પરંપરા

સર્વ ધર્મ સમભાવનું પ્રતીક : મોહરમના પર્વ દરમિયાન ચાંદીની સેજના દર્શન સર્વ ધર્મ સમભાવનું પ્રતીક પણ માનવામાં આવે છે. અહીં મુસ્લિમ-હિન્દુ સહિત તમામ ધર્મના લોકો પોતાની ધાર્મિક આસ્થા સાથે માનતા પૂર્ણ કરવા માટે પણ આવતા હોય છે. મનોકામના ઇસ્લામની સાથે તમામ ધર્મના આસ્થા રાખતા મહિલા-પુરુષ આજના દિવસે સેજના દર્શન કરીને તેમની માનતા પૂર્ણ કરતી હોય છે. દરેક મહિલાઓ પોતાના ઘરેથી દૂધ કે દૂધમાં બનાવેલું શરબતની સાથે શ્રીફળ, ગુલાબના પુષ્પ, લોબાન અને મરવો અર્પણ કરે છે.

આસ્થાનું ફળ : પોતાની મનોકામના પૂર્ણ થઈ છે તે ચાંદીની સેજ પાસે આવીને તેમના દર્શન કરીને તેમની કૃપા પર આપતી કરે છે. ચાંદીની સેજની આગેવાનીમાં નીકળતા તાજીયા સૈયદના ડેલા, લીમડા ચોક, માંડવી ચોક, ઢાલ રોડ, ચિતાખાના ચોક પહોંચશે. અંતે મોહરમના વહેલી સવારે પાંચ કલાકે તાજીયા અંતિમ પડમાં રાખવામાં આવશે. ત્યારબાદ મોહરમનો તહેવાર વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવતો હોય છે.

  1. તાજીયા જૂલુસ અને દશામાની મૂર્તિના વિસર્જનને લઈ અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
  2. મોહરમના તહેવારને લઈને અમદાવાદમાં તૈયારીઓ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.