જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી વધુ એક મગફળી કૌભાંડની બહાર આવી રહ્યું છે. પ્રદેશ કિસાન મોરચાના પાલ અધ્યક્ષ આંબલીયાએ ગાંધીધામ સ્થિત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરીને ત્યાં સંગ્રહ કરવામાં આવેલી મગફળીની જનતા રેડ કરતાં ત્યાંથી મોટા પ્રમાણમાં મિલાવટ બહાર આવી રહી છે. જનતા રેડ દરમિયાન મગફળીની બોરીમાં માટીને બદલે મોટા પથ્થરો નીકળ્યા હતા. જેને લઇને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
આ સમગ્ર કૌભાંડને લઇને પ્રદેશ કોંગ્રેસ કિસાન સંઘના અધ્યક્ષ પાલ આંબલિયાએ આજે વધુ કેટલાક વીડિયો જાહેર કરીને સમગ્ર કૌભાંડની ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તેવી માગ કરી છે. ગુજરાતમાં સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલા મગફળીનો જથ્થો છે તેને જે ગોડાઉનમાં રાખવામાં આવેલો છે. તે તમામ ગોડાઉનને તુરંત સીલ કરીને નિષ્પક્ષ તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તો રાજ્યવ્યાપી કૌભાંડમાં ગાંધીધામનો પણ સમાવેશ થાય તેવું આંબલીયાએ જણાવ્યું હતું.