- સાગવાડામાં ગેરકાયદેસર ચાલતી ખાણો પર દરોડા
- ખનીજ વિભાગ અને શીલ પોલીસે પાડ્યા દરોડા
- પોલીસે લાખોનો મુદામાલ ઝડપી પાડ્યો
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના સાગવાડામાં ગૌચરની જમીન પર ચાલતી ગેરકાયદેસર ખાણો પર ખનીજ વિભાગ અને માંગરોળ પોલીસે દરોડા પાડી લાખોનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. સાગવાડામાં લીઝ વારી ખાણની બાજુમાં આવેલી ગોચરની જગ્યામાં ચાલતી ગેરકાયદેસર ખાણ વારી જગ્યાએ ખનીજ વિભાગ અને માંગરોળ પોલીસે રેડ કરી લાઇમ સ્ટોનમાં વપરાતા સાધનો 9 ચકરડી અને 2 ટ્રકો પથ્થર ભરેલા ઝડપી પાડ્યા હતા.
ખાણખનીજ વિભાગના કડક વલણથી ખનન ચોરી કરનારામાં ફફડાટ
આ કામગીરીમાં જૂનાગઢ ખનીજવિભાગના સુપર વિઝન અધિકારી, શીલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અને તેમના સ્ટાફે રેડ કરી હતી. શીલ પોલીસ દ્વારા આં કામમાં વપરાયેલા વાહનોને કબ્જે કર્યા છે. લીઝ સિવાયની બિનકાયદેસર જમીનમાંથી કેટલી ખનન ચોરી કરી છે તે રેવન્યુ અને ખાણ ખનીજની માપણી તપાસ બાદ જાણવા મળશે. પરંતુ હાલ સમગ્ર વિસ્તારમાં અનેક જગ્યા એ ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે પોલીસ અને ખાણખનીજ વિભાગના કડક વલણથી ખનન ચોરી કરનારામાં ફફડાટ ફેલાયો છે.