જૂનાગઢઃ ફેબ્રુઆરી મહિનાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે ગરમીના કહી શકાય તેવા એપ્રિલ મહિનામાં પણ હજુ શિયાળો અને ઠંડકનું વાતાવરણ છે. તે પ્રકારનો અનુભવ લોકો કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન અંગને દજાડતી લૂં અને ગરમી હોવી જોઈએ તેની જગ્યા પર હજુ પણ વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. તેની પાછળ પશ્ચિમની વિક્ષેપ અને ફેબ્રુઆરી મહિનાથી સતત બદલાઈ રહેલા વાતાવરણને કારણે આ પ્રકારના અનિશ્ચિત વાતાવરણનું સર્જન થયું છે. આગામી દિવસોમાં પણ ગરમી વધવાની જગ્યા પર ફરીવાર માવઠું પડવાની પૂરી સંભાવનાઓ હવામાન વિભાગ જણાવે છે.
વરસાદની શક્યતાઃ આવતા અઠવાડિયા દરમિયાન વધુ એક વખત વાતાવરણમાં બદલાવ જોવા મળશે. જેને કારણે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. પાછલા 25 વર્ષમાં એપ્રિલ મહિનાની ગરમીનો ઇતિહાસ તપાસીયે હતો. આ વર્ષે સરેરાશ ગરમીમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જે બે ત્રણ દિવસ સુધી ગરમીમાં એકથી લઈને ત્રણ ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. જે 11 મી એપ્રિલ સુધી જળવાઈ રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ છે. તારીખ 12,13 અને 14 એપ્રિલના દિવસે ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળશે.
આ પણ વાંચોઃ Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા
વાદળછાયું હવામાનઃ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ તો કેટલાક વિસ્તારો માં વરસાદ પડવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતામાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે ટાઢકનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયે પણ જોઈએ એવી અંગ દઝાડતી ગરમી શરૂ થઈ નથી. આગામી દિવસોમાં જો વરસાદ પડશે તો મોટી મુશ્કેલી ખેડૂતોને થવાની છે. જોકે, આ વખતે કેરીના પાકને પણ મોટું નુકસાન થશે એવું ખેડૂતો કહે છે.ડી.આર વઘાસીયા સહ સંશોધક હવામાન વિભાગ.