ETV Bharat / state

Mango production in Junagadh: ઝાકળ અને વધી રહેલી ગરમીના મારની અસર કેરીના ઉત્પાદન પર - amount of heat in the state

જૂનાગઢમાં વહેલી સવારે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ અને બપોરના સમયે અતિ તીવ્ર ગરમી કેરીના પાક પર માઠી અસર કરી રહી છે. ઝાકળ અને ગરમી કેરીના પાકને અનુકૂળ(Mango production in Junagadh) આવે તેવું વાતાવરણ જોવા મળતું નથી. જેના કારણે કેરીના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ પણ કૃષિ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ઝાકળ અને ગરમી કેરીના બંધારણને નુકસાન પહોંચાડે છે.

Mango production in Junagadh: ઝાકળ અને વધી રહેલી ગરમીના મારની અસર કેરીના ઉત્પાદન પર

author img

By

Published : Apr 1, 2022, 2:33 PM IST

જૂનાગઢઃ વહેલી સવારના સમયે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ અને 10 વાગ્યા બાદ સતત વધી રહેલી ગરમી કેરીના પાક પર વિપરીત અને માઠી અસર ઉભી કરી રહી છે. પાછલા કેટલાક દિવસોથી વહેલી સવારના સમયે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ (Mango production in Junagadh)જોવા મળી રહી છે જેની વિપરીત અસર કેરીના ઉત્પાદન પર પણ જોવા મળી શકે છે. ઝાકળ અને ગરમી કેરીના પાકને અનુકૂળ આવે તેવું વાતાવરણ જોવા મળતું નથી. જેને કારણે આ વર્ષે કેરીના પાકને વિશેષ નુકસાન (Climate change damages mango crop )થાય તેવી શક્યતાઓ પણ કૃષિ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ઝાકળ બાદ પડી રહેલી અતિ તીવ્ર ગરમી કેરીના બંધારણને પણ નુકસાન પહોંચાડી શકે છે અને કસમયે કેરી આંબા પરથી ખરી જવા સુધીની શક્યતાઓ ઊભી થઈ શકે છે.

કેરીના ઉત્પાદન

Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા

આ વર્ષે કેરીનો પાક મોડો હતો - જૂનાગઢ ખેતીવાડી કૉલેજના (Junagadh Agricultural College)અધ્યાપક ડો. ડી. કે. વરુએ ETV Bharat સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કેરીના બંધારણનો અને તેને મોટી થવાનો આ સુવર્ણ સમય ચાલી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વહેલી સવારના સમયે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ અને બપોરના સમયે અતિ તીવ્ર ગરમી કેરીને આંબા પરથી ખરવા માટે વિપરીત વાતાવરણ ઊભું કરી રહી છે. ગ્લોબલ વોર્મિંગને વિપરીત અસરોને કારણે આ વર્ષે કેરીનો પાક મોડો હતો તેમાં પણ હવે સવારના સમયે ઝાકળ અને બપોર બાદ અતિ તીવ્ર ગરમી કેરીના પાકને વધુ નુકસાન કરી રહી છે.

કેરીના પાકને નુકસાનની શક્યાતા - આવી પરિસ્થિતિમાં કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. જાન્યુઆરી મહિનામાં કેરી પર મોર આવવાના સમયે પણ વિપરીત વાતાવરણને કારણે આંબામાં રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો જેને કારણે પણ મોર ખરી જવા સુધીની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ હતી ત્યારે હવે ઝાકળ અને તીવ્ર ગરમી કેરીના પાકને વ્યાપક નુકસાન કરે તેવી શક્યતાઓ કૃષિ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ kesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાઆ પણ વાંચોઃ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.