જૂનાગઢઃ મહાશિવરાત્રિનો મહાપર્વ ચાલી રહ્યો છે. ત્યારે ભવનાથમાં આવેલા મુખ્ય 5 અખાડાઓ પૈકી 3 અખાડાઓ શિવરાત્રિને દિવસે નીકળતી રવેડીમાં સામેલ હોય છે. આ મુખ્ય 3 અખાડાઓમાં ઈષ્ટદેવ તરીકે દેવાધિદેવ મહાદેવની પૂજા થતી નથી. જૂના અખાડાના ઈષ્ટદેવ તરીકે ગુરૂ દત્તાત્રેય મહારાજ આહ્વાન અખાડાના ઈષ્ટદેવ તરીકે ભગવાન ગણપતિજી અને અગ્નિ અખાડાના ઈષ્ટદેવ તરીકે ગાયત્રી માતાની પૂજા થાય છે.
આ પણ વાંચોઃ Maha Shivratri: યુરોપિયન્સ રંગાયા ભારતીય સંસ્કૃતિના રંગમાં, મહાશિવરાત્રિ મેળામાં જામી ભીડ
ભવનાથના અખાડામાં ઈષ્ટદેવ તરીકે શિવજીની થતી નથી પૂજાઃ શિવજીને સમર્પિત એવા મહાશિવરાત્રિના મેળા દરમિયાન ભવનાથની ગિરિ તળેટીમાં આવેલા 12 અખાડાઓ પૈકી એક પણ અખાડામાં અખાડાના ઈષ્ટદેવ તરીકે દેવાધિદેવ મહાદેવની પૂજા થતી નથી. ભવનાથના અખાડાઓ પૈકી 5 અખાડાઓ ખૂબ મહત્વ ધરાવે છે, જે પૈકીના જુના અખાડા, આહ્વાન અખાડા અને અગ્નિ અખાડા મહાશિવરાત્રિના દિવસે નીકળતી મહાદેવની રવેડીમાં સામેલ થતા હોય છે. ત્યારે જૂના અખાડાના ઈષ્ટદેવ તરીકે ગુરૂ દત્તાત્રે મહારાજની પૂજા કરવામાં આવે છે. જ્યારે આહ્વાન અખાડાના ઈષ્ટદેવ તરીકે ગણપતિજી પૂજાય રહ્યા છે. આ જ રીતે અગ્નિ અખાડાના ઈષ્ટદેવ તરીકે માતા ગાયત્રીજીની પૂજા થાય છે, પરંતુ એક પણ અખાડામાં ઇષ્ટદેવ તરીકે મહાદેવની પૂજા થતી નથી.
અખાડાની સ્થાપનાથી સનાતન ધર્મનો ઉદયઃ પૃથ્વીનું જ્યારથી સર્જન થયું છે. ત્યારથી સનાતન ધર્મ સ્થાપવામાં આવ્યો છે, જેના મૂળમાં 12 અખાડાઓ જોવા મળતા હતા. જોકે, સનાતન ધર્મની સ્થાપના અને તેના વિસ્તાર માટે શિવજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ત્યારથી શિવજીના પંથ સમાન અખાડાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી. હાલ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાઈ રહ્યો છે. ત્યારે આ મેળામાં ભવનાથ સ્થિત ઉદાસીન પંચાયતી બડા અખાડા પંચ દશનામ આહ્વાન અખાડા પંચ અગ્નિ અખાડા અને પંચ દશનામ જુના અખાડા ખૂબ જ મહત્વના માનવામાં આવે છે
ઉદાસીન અખાડા ચંદ્રદેવની કરે છે પૂજાઃ ભવનાથમાં સ્થાપિત ઉદાસીન પંચાયતી બડા અખાડા ભગવાન શ્રી ચંદ્રની ઈષ્ટદેવ તરીકે પૂજા કરે છે. શ્રી ચંદ્ર દ્વારા તેમની પાસે જે કંઈ પણ હતું. તેને દાન કરવામાં માનતા હતા, જેના કારણે તેમના અખાડાનું નામ ઉદાસીન અખાડા રાખવામાં આવ્યું છે. જ્યારે પંચ દશનામ આહવાન અખાડાના ઈષ્ટદેવ તરીકે ગણપતિની પૂજા થાય છે. પ્રાચીન સમયમાં અખાડાઓ પર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા આક્રમણોને કારણે અખાડાના સેવકો દ્વારા ભગવાન ગણપતિનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગણપતિજીએ સ્વયં પ્રગટ થઈને સેવકનું રક્ષણ કર્યું હતું, જેથી તેમના સેવકો ગણપતિજીને ઈષ્ટદેવ તરીકે પૂજા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Maha Shivratri 2023 : ગિરનારમાં જગતગુરુની નાગાફોજનો જમાવડો, આ છે સન્યાસી બનવાની રીત
અગ્નિ અખાડાના ઇષ્ટદેવ ગાયત્રીઃ ભવનાથમાં આવેલા પંચ અગ્નિ અખાડામાં માતા ગાયત્રીને ઈષ્ટદેવ તરીકે તેમના સેવકો પૂજા કરી રહ્યા છે. આ અખાડામાં બ્રહ્મચર્યની પરંપરાને માનતા પંચ અગ્નિ અખાડાના સેવકો બ્રાહ્મણ હોય છે. એક માન્યતા મુજબ, બ્રાહ્મણો બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે માટે તેમના ઈષ્ટદેવ તરીકે માતા ગાયત્રીજીને સ્થાપિત કરવામાં આવ્યા છે. તો પંચ દશનામ જુના અખાડાના ઈષ્ટદેવ તરીકે આદિ ગુરૂ દત્તાત્રેયને પૂજવામાં આવી છે. અખાડામાં ગુરુદત્તાત્રેયની ચરણ પાદૂકાના પૂજનની વિશેષ ધાર્મિક માન્યતા છે. ઉપરાંત ગુરૂદત્તાત્રે શિવજીના સૈનિક હોવાના નાતે પણ પંચ દશનામ જુના અખાડાના સેવકો અને નાગા સંન્યાસીઓ તેમના સમગ્ર દેહ પર ભભૂત લગાવીને 5 દિવસ ભવનાથની તળેટીમાં શિવની આરાધના કરતા જોવા મળી રહ્યા છે.