જૂનાગઢ: સોમનાથ પોલીસને આજે (બુધવારે) મોટી સફળતા હાથ લાગી છે. મચ્છીની આડમાં લઈ જવા તો દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. તો બીજી તરફ ખેતરની અંદર કોંક્રીટના બંકરમાં છુપાવીને રાખેલો વિદેશી દારૂનો સ્ટોક પણ પોલીસની પકડમાં આવી ગયો છે. ચોક્કસ બાતમીને આધારે જ્યારે પોલીસ વધુ તપાસ કરી ત્યારે સ્ટોક છુપાવવાની જગ્યા જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. ખૂબ જ સફળતાપૂર્વક અને ચતુરાઈથી લઈ જવાતા દારૂના જથ્થાને પકડી પાડ્યો છે.
આ પણ વાંચો Shree Somnath Jyotirling Temple: શિવભક્તો સોમનાથ મહાદેવ પર કરી શકશે બિલ્વનો અભિષેક
જથ્થો પકડાયો: સોમનાથ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ રીતે અને કોઈપણ વ્યક્તિને શંકા ન જાય તે રીતે લઈ જવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બેડીયા નજીકથી સીમ વિસ્તારમાં ખેતરની અંદર કોન્ક્રીટનું બંકર બનાવીને ત્યાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. વિદેશી દારૂની 324 કરતાં વધુ પેટી પકડી પોલીસે પાડી છે. જેની બજાર કિંમત અંદાજે 30 લાખ રૂપિયા કરતા વધુની હોવાનું મનાય રહ્યું છે.
આટલા બોક્સ ક્યાંથીઃ આટલા મોટા પ્રમાણમાં ખેતરની સીમ સુધી કોંક્રીટના બંકરમાં કઈ રીતે પહોંચ્યો તેને લઈને પોલીસ પર તપાસ કરી રહી છે, સમગ્ર મામલામાં વેરાવળ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ દારુંનો જથ્થો સપ્લાય કરનાર મૂળ સાવરકુંડલાના એક વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. જોકે, આ પૂછપરછમાંથી બીજા પણ બુટલેગરના નામ ખુલી શકે છે.
36 બોટલ ટબમાંથી: પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પ્રાચી નજીક આવેલી સરસ્વતી નદીના પુલ પરથી ટેમ્પોમાં મચ્છીના કેરેટમાં છુપાવાયેલો દારૂનો જથ્થો બુટલેગરો લઈ જઈ રહ્યા હતા. તેની બાતમી મળતા પોલીસે શંકાસ્પદ વાહનને અટકાવીને તપાસ કરી હતી. મચ્છીની નીચે પ્લાસ્ટિકના કેરેટમાં છુપાવાયેલી દારૂની 36 બોટલ મળી આવી છે. આ સાથે પોલીસે જે વાહનમાં દારૂ લઈ જવા તો હતો તે મળીને કુલ રુપિયા 4,30,000 કરતાં પણ વધુના મુદ્દા માલની જપ્તી કરી છે. પોલીસે સમગ્ર મામલામાં વાહનના ડ્રાઇવરની અટકાયત કરી છે. જેના માટે આ દારૂ લઈ જવા તો હતો તે આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો Somnath Mahadev Pagh Puja : સોમનાથ મહાદેવની પાઘ પૂજા શરુ, ભક્તો લઈ શકશે આસ્થા સાથે ભાગ
અવનવા કિસ્સાઓ: પાછલા કેટલાક દિવસો દરમિયાન દારૂની હેરાફેરીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અગાઉ સોમનાથ માંથી ઘઉં બટાકા નાળિયેર નાસ્તાના તપેલા અને કારમાં ચોર ખાનું બનાવીને દારૂની હેરાફેરી સામે આવી છે. ત્યારે બુધવારે ખેતરમાં કોન્ક્રીટનું બંકર બનાવીને તેમજ પ્રાચી નજીકથી મચ્છીની નીચે સંતાડીને લઈ જવા તો દારૂનો જથ્થો પકડાયો છે. દારૂના વેચાણ સાથે સંકળાયેલા બુટલેગરો આધુનિક બની રહ્યા છે. તો સાથે સાથે પોલીસ પણ હવે બુટલેગરોની આધુનિકતાને ખુલ્લી પાડવામાં સફળ બની રહી છે.