જૂનાગઢ : આગામી ચાર તારીખ અને શુક્રવારથી ગિરનારની લીલી પરિક્રમા (lili parikrama in Junagadh) શરૂ થઈ રહી છે. જેને લઈને ભક્તો અત્યારથી ગરવા ગિરનારના આર્શીવાદ લેવા માટે રવાના થઈ ગયા હશે. ત્યારે લીલી પરિક્રમા લઈને પશ્ચિમ રેલવે દ્વારા વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 1મી તારીખથી વિશેષ પરિક્રમા મેળા અંગેની ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. (junagadh special train time table)
સ્પેશિયલ વિશેષ મીટરગેજ ટ્રેન કારતક સુદ અગિયારસથી પૂનમના દિવસ સુધી આયોજન થતા ગરવા ગિરનારની લીલી પરિક્રમાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પહેલી નવેમ્બરથી લઈને આઠમી નવેમ્બર સુધી જુનાગઢથી કાશીયાનેસ સુધી મેળા સ્પેશિયલ મીટરગેજ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા મેળામાં (lili parikrama 2022 date) આવતા પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. વધુમાં જુનાગઢ સ્ટેશન તરફ આવતી અન્ય 14 ટ્રેનોમાં પણ વધારાનો એક કોચ લગાડવામાં આવ્યો છે. જે જુનાગઢ પરિક્રમા માટે આવતા પરિક્રમાર્થીઓ માટે વિશેષ સુવિધા અને સવલત પૂરી પાડશે. (lili parikrama train)
જનસંપર્ક અધિકારીએ શું કહ્યું પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સત્યેન્દ્ર જૈને મેળામાં રેલવે દ્વારા કરવામાં આવી રહેલી વિશેષ વ્યવસ્થા અંગે માહિતી આપી હતી કે, પરિક્રમાના મેળામાં સમગ્ર દેશમાંથી લાખોની (lili parikrama girnar) સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવતા હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા યાત્રિકોની સુવિધાને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ખાસ મેળા માટે સ્પેશિયલ ટ્રેન અને જૂનાગઢ જતી 14 જેટલી ટ્રેનમાં વધારાનો એક કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. જે પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ માટે વધારાની સવલતો પૂરી પાડશે. (lili parikrama route)