ETV Bharat / state

Lemon Price: ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને, જનતાનો છૂટી જશે પસીનો

ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. જોકે, અચાનક લીંબુની માગ વધતા ભાવ 100 અને 120 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યા છે. ત્યારે હવે જનતાનો પસીનો છૂટી જશે તે નક્કી છે.

Lemon Price: ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને, જનતાનો છૂટી જશે પસીનો
Lemon Price: ઉનાળા પહેલાં જ લીંબુના ભાવ આસમાને, જનતાનો છૂટી જશે પસીનો
author img

By

Published : Feb 22, 2023, 4:03 PM IST

તડકાને કારણે લીંબુમાં જોવા મળ્યું નુકસાન

જૂનાગઢઃ ઉનાળાની શરૂઆત થઈ નથી ને ત્યાં લીંબુના બજાર ભાવ છૂટક બજારમાં પ્રતિકિલો 100 અને 120ને પાર પહોંચી ગયા છે. જોકે, પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે લીંબુની આવકમાં વધારો જોવા મળે છે, પરંતુ લીંબુની માગમાં અચાનક વધારાના કારણે છૂટક બજાર ભાવ 100ને 120 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ Lemon Price: ઉનાળાની શરૂઆતમાં જ લીંબુનો ભાવ ત્રણ ગણો થઈ જતાં ગૃહિણીઓની ચિંતા વધી

લીંબુના બજારભાવમાં અચાનક ઉછાળોઃ લીંબુના બજારભાવ ઉનાળાની શરૂઆત પહેલાં જ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જથ્થાબંધ બજારમાં પ્રતિકિલોના 10 થી 20 રૂપિયા સુધીનો વધારો થયો છે. આના કારણે છૂટક બજારમાં પણ પ્રતિકિલો લીંબુનો ભાવ 20થી લઈને 40 રૂપિયા સુધી વધીને સારી ગુણવત્તાવાળા લીંબુનો પ્રતિકિલોનો ભાવ 120 રૂપિયા અને તેનાથી નબળી ગુણવત્તાવાળા લીંબુનો ભાવ 100 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. હજી ઉનાળાની શરૂઆત થઈ નથી. ત્યાં અચાનક લીંબુના ભાવવધારાના કારણે આ વર્ષે લીંબુની આવક અને તેની માગમાં ઘટાડાની સાથે વધારો જોવા મળી શકે છે, જેના કારણે આ વર્ષે લીંબુની છૂટક અને જથ્થાબંધ બજાર ઐતિહાસિક સ્તરે પહોંચવાની પૂરી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે

ગત વર્ષની સરખામણીએ આવક વધીઃ લીંબુની આવક ગત વર્ષની સાથે સરખામણી કરીએ તો, ગત વર્ષે લીંબુની આવક મર્યાદિત બની હતી, જેના કારણે બજાર કિંમતમાં અચાનક ઉછાળો આવેલો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ આવકમાં વધારો જોવા મળે છે. સાથે સાથે જથ્થાબંધ બજાર ભાવોમાં પણ ગત વર્ષની સરખામણીએ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉનાળાની શરૂઆતના દિવસોમાં જ લીંબુના છૂટક બજાર ભાવ 100થી લઈને 120 રૂપિયા પ્રતિકિલો બોલાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Onion Price MSP: ડુંગળીના ભાવ 2 રૂપિયે કિલો મળતા દિલ્હીમાં પડઘા, શક્તિસિંહના સણસણતા પ્રહાર

તડકાને કારણે લીંબુને નુકસાનઃ હાલ શિયાળાના સમય દરમિયાન હવામાન વિભાગે ગરમીને લઈને એલર્ટ આપવું પડ્યું હતું. આટલી હદે તડકો અને ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું, જેના કારણે લીંબુનો પાક પ્રમાણમાં ઓછો થયો છે. અથવા તો ગુણવત્તાયુક્ત લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે, જેની વિપરિત અસર હવે લીંબુના જથ્થાબંધની સાથે છૂટક બજાર ભાવો પર પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે ભાવનગર તરફથી લીંબુની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે. ત્યારે ભાવનગર તરફથી પણ લીંબુની આવક મર્યાદિત બની છે. આના કારણે પણ બજાર કિંમત વધતી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.