ETV Bharat / state

શા માટે જૂનાગઢ ભાજપનો ગઢ મનાય છે..? જાણો રાજકિય ઈતિહાસ

જૂનાગઢઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢ બેઠક પર રાજકીય સળવળાટ શરૂ થઈ ગયો છે. ભાજપનો ગઢ ગણાતી જૂનાગઢ બેઠક પર 16 લાખ 28 હજાર જેટલા મતદારો આગામી ચૂંટણીમાં મતદાન કરી કોને ગઢ સોંપશે તે સમય જ કહશે. તો ચાલો જાણીયે જૂનાગઢ બેઠકનો રાજકીય ચિતાર અને રાજકીય વ્યુહરચનાઓ...

ડિઝાઈન ફોટો
author img

By

Published : Mar 19, 2019, 12:27 PM IST

આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ હવે વાગી ચૂક્યું છે. આગામી 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ બેઠક પર 8.42 લાખ પુરુષ અને 7.86 લાખ મહિલા મતદારો મળીને કુલ 16 લાખ 4 હજાર 203 મતદારો નોંધાયા છે. જેમાં ગત ચૂંટણી કરતા આ વખતે 24,309 જેટલા મતદારોનો વધારો થયો છે. જેમાં મહિલા મતદારોનો વધારો વિશેષ જોવા મળ્યો છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

શા માટે જૂનાગઢને ભાજપનો ગઢ કહેવાય છે...?

જૂનાગઢ લોકસભા બેઠક પર વર્ષ 1991થી ભાજપ રાજ કરતુ આવ્યુ છે. વર્ષ 2004માં કોંગ્રેસના જસુભાઈ બારડે આ સીટ પર ભાજપના દિગ્ગ્જ અને 4 વખતના સંસદ ભાવનાબેન ચિખલિયાને હાર આપી રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. 2004ને બાદ કરતા જૂનાગઢ બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. વર્ષ 1985માં મો.લા.પટેલ(કોંગ્રેસ), વર્ષ 1991માં જનતા દળમાંથી ગોવિદભાઈ શેખડા, વર્ષ 1991થી 2004 સુધી ભાજપના ભાવનાબેન ચીખલીયા, વર્ષ 2004માં કોંગ્રેસના જશુભાઈ બારડ, વર્ષ 2009માં ભાજપના દિનુભાઈ સોલંકી અને વર્ષ 2014માં ભાજપના રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢ બેઠક પર વિજેતા બન્યા હતાં. બેઠકનો આ ઇતિહાસ જોતા જૂનાગઢ સીટ ભાજપનો ગઢ માનવામાં આવી રહી છે.

જૂનાગઢ લોકસભા બેઠકમાં ક્યારે થયો ફેરફાર

વર્ષ 1995માં લોકસભા સીટના સીમાંકન કરવામાં આવ્યા બાદ જૂનાગઢ લોકસભા બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો અને પોરબંદર લોકસભા બેઠક બની. જેમાં જૂનાગઢ બેઠકમાં આવતા માણાવદર અને કેશોદ વિધાનસભાનો સમાવેશ કરવામાં આવ્યો. વાત જૂનાગઢ બેઠકની કરીએ તો શરૂના વર્ષોમાં આ બેઠક પાટીદાર મતદારોના પ્રભુત્વ વાળી જોવા મળતી હતી. પરંતુ સીમાંકન બાદ પોરબંદર સીટ બનતા જૂનાગઢ બેઠક OBC મતદારોના પ્રભુત્વ વાળી બની રહી છે. જેને લઈને 2004થી પાટીદાર ઉમેદવાર ચૂંટણી જીતવામાં અસફળ રહ્યો. જૂનાગઢ બેઠક પર કોળી મતદારોનું વિશેષ પ્રભુત્વ જોવા મળે છે. કોઈ પણ રાજકીય પક્ષ માટે કોળી મતદારોને અવગણીને ચૂંટણી ચક્રવ્યું પાર પાડવું મુશ્કેલ બનતું જોવા મળી રહ્યું છે. કોળીની સાથે પાટીદાર, દલિત, આહીર, લઘુમતી વર્ગોના મતદારો પણ નિર્ણાયક હોય છે. પરંતુ કોઈ પણ રાજકીય પક્ષ કોળી મતદારોને અવગણીને જૂનાગઢ બેઠક જીતવાનું સાહસ ના કરી શકે.

2014માં મોદીના વાવાજોડાની આંધી ફૂંકાઈ હતી. જેમાં સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ વર્ષો જુના સાંસદોને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં છવાયેલા કેસરીયામાં જૂનાગઢ બેઠક પર પણ રાજેશભાઈ ચુડાસમાના રૂપમાં એક કમળ ખીલ્યું હતું. ભાજપના રાજેશભાઈ ચુડાસમાને 5,13,174 મત અને કોંગ્રેસના પુંજાભાઈ વંશને 3,77,347 મત મળ્યા હતાં. જેમાં કોંગ્રેસના પુંજાભાઈ વંશનો 1,35,821 મતથી પરાજય થતાં ભાજપે તેની પરંપરાગત બેઠક જાળવી રાખી હતી.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.