જૂનાગઢઃ આજે કાળવા જાડેજાની 281મી જન્મ જયંતી મનાવવામાં આવે છે. ઓડદર ગામના કાળવા ઓડેદરા નવાબના દીવાન અમરજી સાથે તેમના ભાણેજની હત્યાનો બદલો લેવા જંગે ચઢવા માટે જૂનાગઢ આવ્યા હતા અને ત્યાંથી જૂનાગઢમાં કાળવા જાડેજાનું નામ આજે પણ અમર પટે જોવા મળે છે.
જેને છોડાવવા માટે નવાબે કાળવા ઓડેદરા સામે હાર સ્વીકારી હતી અને કાળવા ઓડેદરાની માંગ મુજબ જે વિસ્તારમાંથી તેનો પ્રવેશ થયો હતો તે દરવાજાને કાળવા દરવાજો અને જે ચોકમાં તેમણે ધીંગાણું કર્યું હતું. તેને કાળવા ચોક નામકરણ કરવુ તેવી સહમતી બાદ કાળવા ઓડેદરાએ નવાબના સહજાદા ને છોડી મૂકયો હતો.
કાળવા ઓડેદરાએ જૂનાગઢના નવાબ બહાદુરખાન બીજા સાથે બાથ ભીડી હોવાને કારણે તેને જે તે સમયના રજવાડાઓ આશરો પણ આપતા નહીં ત્યારે ઓખા મંડળના વાઘેરોએ પોશીત્રા ગામમાં આવેલા કિલ્લામાં કાળવા ઓડેદરાને આશ્રય આપ્યો હતો. જેની જાણ જૂનાગઢના નવાબ બહાદુરખાન બીજાને થતા નવાબ લાવ લશ્કર સાથે કાળવા ઓડેદરાની સામે યુદ્ધ કરવા પોશીત્રા કિલ્લા તરફ કૂચ કરી હતી.
ઇતિહાસ પરથી જાણવા મળી રહ્યું છે કે, પોશીત્રાના કિલ્લામાં જૂનાગઢના નવાબ બહાદુરખાન બીજાના લશ્કર અને કાળવા વડોદરા તેમજ ઓખા મંડળના વાઘેરો વચ્ચે એક મહિના સુધી ભીષણ યુદ્ધ થયું હતું. તેમ છતાં નવાબની સેના કાળવા ઓડેદરા અને વાઘેરોને હરાવી શકવા માટે અસમર્થ બની હતી. અંતે કાળવા ઓડેદરા અને કેટલાક વાઢેર અને વાઘેરો કિલ્લામાંથી સુરંગ બનાવીને બહાર નીકળી રહ્યા હોવાની જાણ નવાબને થતાં નવાબના સૈનિકો દ્વારા કિલ્લામાંથી બહાર નીકળતી વખતે કાળવા ઓડેદરાની હત્યા કરી હતી. તેની સાથે ૩૫૦ જેટલા વાઢેર અને 280 જેટલા વાઘેર યોદ્ધાઓની નવાબના સૈનિકોએ વિક્રમ સંવત 1831 ફાગણ વદ બિજ અને ગુરુવારના દિવસે હત્યા કરી હતી.
ત્યારથી જૂનાગઢમાં કાળવા ચોકમાં કાળવા ઓડેદરાની વિશાળ કદની પ્રતિમા આજે પણ શોભાયમાન થાય છે. જે તે સમયે નવાબો સામે યુદ્ધની વાત કરવી જ ખૂબ જ કપરી હતી. તેવા સમયમાં કાળવા ઓડેદરાએ જૂનાગઢમાં આવીને જુનાગઢના નવાબને હરાવવાનું પરાક્રમ પણ કરી બતાવ્યું હતું. જેની યાદમાં જૂનાગઢ શહેરમાં કાળવા ચોક અને સાથે તેની વિશાળ કદની પ્રતિમા જૂનાગઢમાં જોવા મળી રહી છે.