ETV Bharat / state

કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા રાહત ભાવે પતંગ મોલનો શુભારંભ કરાયો

આગામી મકરસંક્રાંતિના તહેવારમાં લોકોને એક જગ્યાએથી પતંગની તમામ વેરાયટી રાહત ભાવે મળી રહે તેવા ઉદ્દેશથી કેશોદ ગૌરક્ષક પાંજરા પોળના લાભાર્થે પતંગ મોલનો શુભારંભ કરવામાં આવ્યો છે.

કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા રાહત ભાવે પતંગ મોલનો શુભારંભ કરાયો
કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા રાહત ભાવે પતંગ મોલનો શુભારંભ કરાયો
author img

By

Published : Jan 2, 2021, 8:04 PM IST

  • આગામી મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે
  • કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા રાહત ભાવે પતંગ મોલનો પ્રારંભ
  • પતંગની તમામ વેરાયટી રાહત ભાવે મળી રહે તેવો ઉદ્દેશ

કેશોદઃ આગામી મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગ રસીકોને સસ્તી અને સારી પતંગ,દોરી,ફીરકી સહીતની વિવિધ પ્રકારની વેરાયટી એક જ જગ્યાએ મળી રહે તેમજ તેમાંથી થતી આવક કેશોદ ગૌરક્ષક પાંજરા પોળના લાભાર્થે મળે તેથી પતંગ મોલ શરૂ કરવામાં આવ્યો છે. કેશોદના રાજ સિનેમા રોડના તુલસી પુજા કોમ્પ્લેક્ષમાં કેશોદ ગૌરક્ષક પાંજરાપોળના હોદ્દેદારો તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી પતંગ મોલનો શુભારંભ કરવામાં આવ્યો છે.

કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા રાહત ભાવે પતંગ મોલનો શુભારંભ કરાયો
કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા રાહત ભાવે પતંગ મોલનો શુભારંભ કરાયો

કેશોદ ગૌરક્ષક પાંજરા પોળના હોદ્દેદારો દ્વારા લોકોને અપિલ કરવામાં આવી

આ મોલમાં તમામ વેરાયટીની અને ભારતીય બનાવટની પતંગ રાહત ભાવે મળી રહેશે. તમામ વેપારીઓ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, જેનો કેશોદ તાલુકાભરના તથા આજુબાજુના વિસ્તારોના લોકોએ લાભ લેવા કહેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સાથ સહકાર આપવા કેશોદ ગૌરક્ષક પાંજરા પોળના હોદ્દેદારો દ્વારા લોકોને અપિલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.