કેશોદના સુતારવાવ ચોકમા પાણીના બોરમાથીપાણીની વ્યવસ્થા કરવામાં આવતી છે. પરંતુ તે બોરમાં ઈલેક્ટ્રીક મોટર ખરાબ થતા બોરમાંથી ઈલેક્ટ્રીક મોટર બહાર કાઢવા માટે બોરની બાજુમાં આવેલ PGVCLદ્વારા ઉભા કરેલ ઈલેક્ટ્રીક પોલમા લગાવેલ સુરક્ષા ઝાળી અડચણરૂપ હોવાથીજેથી ઈલેક્ટ્રીક મોટર બોર બહાર કાઢી શકાતી નથી. જે બાબતે રજુઆત કરતા PGVCLદ્વારાહજુ સુધી ઝાળીહટાવવામાં આવેલ ન હોવાથી વેપારીઓ સ્થાનિક રહેવાસીઓ 5મહીનાથી પાણીની સુવિધાથી વંચિત રહ્યા છે.
આ બાબતે નગરપાલિકા કચેરીમાં 4થી 5વખત રજુઆત કરવાછતા નગરપાલિકા તંત્રએPGVCLતંત્રને ખો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થવામાગે છે.જે બાબતે સુતારવાવ ચોકના રહેવાસીઓ અને વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે તાત્કાલિક પાણીના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો વેપારીઓએ ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.