- કેશોદના લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો
- લઘુતમ તાપમાન સતત ઘટતા કેશોદ ઠંડા પંથક તરીકે જાણીતું બન્યું
- મોટાભાગના તાલુકામાં સતત બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો આવ્યાનું પ્રાથમિક તારણ
જૂનાગઢઃ પાછલા 2 વર્ષ કરતાં વધુ સમયથી જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરનું તાપમાન શિયાળા દરમિયાન સતત 2 ડિગ્રી ઘટતું જોવા મળ્યું છે, ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે, ઘેડમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે કેશોદના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કૃષિ હવામાન વિભાગના અધિકારીઓ માત્ર કેશોદ જ નહીં મોટાભાગના તાલુકાઓમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી લઇને 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતો હોવાનું જણાવી રહ્યા છે.
કેશોદના લઘુતમ તાપમાનમાં ઘટાડો
કેશોદના લઘુતમ તાપમાનમાં જે પ્રકારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને લઈને કૃષિ હવામાન વિભાગે સમગ્ર મામલા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, જે પ્રકારે શિયાળા દરમિયાન કેશોદના લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તેને કારણે કેશોદ ઠંડા પ્રદેશ તરીકે ઓળખાવા લાગ્યો છે પરંતુ આ જ પ્રકારના લઘુતમ તાપમાનમાં ઘટાડો જૂનાગઢ જિલ્લાના અન્ય કેટલાક તાલુકાઓમાં પણ જોવા મળ્યું છે. તાપમાનમાં વધારો કે, ઘટાડો ગ્લોબલ વોર્મિંગની વિપરીત અને હાનિકારક અસરોનો સ્પષ્ટ ઈશારો કરી આપે છે.
ઘેડમાં પડતો અતિભારે વરસાદ તાપમાનમાં ઘટાડવા માટે હોઈ શકે છે કારણભૂત
કેશોદમાં લઘુતમ તાપમાનમાં જે ઘટાડો થઈ રહ્યો છે. તેની પાછળ કેટલાંક માધ્યમો ઘેડ પંથકમાં પડી રહેલા સતત અને ભારે વરસાદને કારણભૂત માની રહ્યા છે પરંતુ હવામાન શાસ્ત્રીઓ આ પ્રકારની વ્યવસ્થાને એકમાત્ર લઘુતમ તાપમાનમાં ઘટાડાને માની રહ્યા નથી કોઇપણ શહેર કે, વિસ્તારનું લઘુતમ તાપમાન ઘટવા પાછળ અનેક સ્થાનિક ભૌગોલિક અને કુદરતી પરિબળો ખૂબ જ અસરકારક બનતા હોય છે ત્યારે ઘેડ પંથકમાં પડી રહેલો અતિભારે વરસાદને કારણે કેશોદ ઠંડો પ્રદેશ બની રહ્યું છે તેવું માનવું હાલના તબક્કે થોડું વહેલું ગણાશે.