સાસણ નજીક આવેલો અને જેને ગીરની જીવાદોરી માનવામાં આવે છે. તેવો કમલેશ્વર ડેમ આજે છલકાયો હતો. ડેમ છલકાવા થી જંગલ વિસ્તારને આગામી બે વર્ષ સુધી પાણી મળી રહે તેટલા પ્રમાણમાં પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ડેમમાંથી તાલાલા તાલુકાના 30 જેટલા ગામોને સંકટ કે ઉનાળામાં પાણીની ભારે ખેંચ ને પગલે અહીંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
આ ડેમ સાસણ નજીકના આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં વર્ષ 1959 માં બનાવવામાં આવ્યો હતો. આ ડેમના નિર્માણ પાછળ ૯૦ લાખથી વધુ રકમનો ખર્ચ થયો હતો. જેની સંગ્રહ ક્ષમતા 700 M.C.F.T કરતા પણ વધુ હોવાનું માનવામાં આવે છે. વર્ષ 1959માં નિર્માણ કરાયા બાદ આ ડેમ 21મી વખત છલકાઈને ઓવરફલો થયો છે. ડેમનું વિશાળ કદ હોવાને કારણે દર વર્ષે આ ડેમ ઓવરફ્લો થતો નથી. પરંતુ આ વર્ષે જંગલોમાં મુશળધાર વરસાદ પડતા ૬૦ વર્ષમાં આજે 21મી વખત છલકીને વહી રહ્યો છે.કમલેશ્વર ડેમ છલકાતા બે વર્ષ સુધી ચાલે તેટલો પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.