ETV Bharat / state

ટ્રિપલ તલાક બિલને જૂનાગઢની મહિલાઓનો 'તલાક', શું કહ્યું મહિલાઓએ? વાંચો સંપૂર્ણ અહેવાલ... - રાજ્યસભા

જૂનાગઢઃ ટ્રિપલ તલાકનું બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું છે. આ બિલને જૂનાગઢ શહેરની મહિલાઓને સ્વીકાર્ય નથી. મહિલાઓ દ્વારા ટ્રિપલ મુદ્દો એક બાજુ મૂકી અને યુવાનોને રોજગારી અને શિક્ષણ મળે તેની બાબતમાં ધ્યાન આપવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.

triple talaq
author img

By

Published : Jul 31, 2019, 3:12 PM IST

લોકસભા બાદ મંગળવારે રાજ્યસભામાં પસાર થયેલા ટ્રિપલ તલાકના કાયદાને જૂનાગઢની મહિલાઓએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મહિલાઓનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો અને બેરોજગાર લોકોને રોજગારી મળે તેવા કાયદા બનાવવા જોઇએ. ટ્રિપલ તલાક બિલને પાસ કરાવવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા પાસ થયેલા બિલને કાયદાના રૂપમાં મંજૂરી આપવામાં આવશે. આ કાયદો દેશમાં લાગુ પડશે. આ કાયદાની જોગવાઈ મુજબ હવે કોઈ પણ વ્યક્તિ તેમની પત્નીને ટ્રિપલ તલાકના રૂપમાં તલાક નહીં આપી શકે. આ કાયદાનો વિરોધ કરનાર વ્યક્તિને જેલની સજા થાય તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે. જેનો જૂનાગઢમાં મુસ્લિમ મહિલાઓ હવે વિરોધ કરી રહી છે.

ટ્રિપલ તલાક બિલને જૂનાગઢની મહિલાઓએ કર્યું નામંજૂર

ઈસ્લામમાં જે પ્રકારે ટ્રિપલ તલાકને સ્વીકૃતિ આપવામાં આવી છે, તેને લઈને સરકાર દ્વારા કરવામાં આવતા હસ્તક્ષેપને જૂનાગઢની મુસ્લિમ મહિલાઓ વધુ પડતું માની રહી છે. તેમના મત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકના બિલની જગ્યા પર બેરોજગાર યુવાનોને રોજગારી મળે તેવા કાયદાની બનાવવાની માગ કરી છે. તેમજ સરકાર દ્વારા ધાર્મિક બાબતોમાં કરવામાં આવતા હસ્તક્ષેપને અયોગ્ય ગણાવ્યો હતો.

કેન્દ્ર સરકાર લઘુમતી સમાજ પ્રત્યે જો આટલી ચિંતિત હોય તો લઘુમતી સમાજના યુવાનોને રોજગારી મળે, સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તેવી દિશામાં કાયદાઓ બનાવીને સારી શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ પણ કરે તેવી માગ મુસ્લિમ મહિલાઓએ કરી છે.

Intro:લોકસભા બાદ ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલા ત્રિપલ તલાક ના કાયદાને જૂનાગઢની મહિલાઓ સ્વીકારવાનો ઇનકાર કરીને કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો અને બેરોજગાર લોકોને રોજગારી મળે તેવા કાયદા બનાવવા માગ કરી છે

Body:લોકસભા બાદ રાજ્યસભા માંથી ત્રિપલ તલાક બિલ ને મંજૂરી મળી છે જેને લઇને જૂનાગઢની મહિલાઓ હવે આ કાયદાના વિરોધમાં ધીમે ધીમે બહાર આવી રહી છે ઈસ્લામિક સરિયત મુજબના આ કાયદામાં ફેરફાર કરવાની જગ્યાએ કેન્દ્ર સરકાર બેરોજગાર યુવાનો ને રોજગારી મળે તેવા કાયદા બનાવવાની માંગ કરી છે

લોકસભા બાદ ગઈકાલે રાજ્ય સભા માથી ત્રિપલ તલાક બિલને પાસ કરાવવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા પાસ થયેલા બિલને કાયદાના રૂપમાં મંજૂરી આપવામાં આવશે ત્યારથી આ કાયદો દેશમાં લાગુ પડવા જઈ રહ્યો છે આ કાયદાની જોગવાઈ મુજબ હવે કોઈ પણ વ્યક્તિ તેમની પત્ની ને ત્રિપલ તલાક ના રૂપમાં તલાક નહીં આપી શકે અને આ કાયદાનો વિરોધ કરનાર વ્યક્તિને જેલની સજા થાય તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે જેનો જૂનાગઢમાં મુસ્લિમ મહિલાઓ હવે ધીરે-ધીરે વિરોધ કરી રહી છે

ઈસ્લામમાં જે પ્રકારે ત્રીપલ તલાક ને સ્વીકૃતિ આપવામાં આવી છે તેને લઈને સરકાર દ્વારા કરવામાં આવતા હસ્તક્ષેપને જૂનાગઢની મુસ્લિમ મહિલાઓ વધુ પડતું માની રહી છે તેમના મત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાક ના બિલ ની જગ્યા પર બેરોજગાર યુવાનોને રોજગારી મળે તેવા કાયદાની બનાવવાની માંગ કરી છે તેમજ સરકાર દ્વારા ધાર્મિક બાબતોમાં કરવામાં આવતા હસ્તક્ષેપને અયોગ્ય ગણાવ્યો હતો કેન્દ્ર સરકાર લઘુમતી સમાજ પ્રત્યે જો આટલી ચિંતિત હોય તો લઘુમતી સમાજના યુવાનોને રોજગારી મળે સારુ અને ઉચ્ચ શિક્ષણ મળે તેવી દિશામાં કાયદાઓ બનાવીને સારી શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ પણ કરે તેવી માંગ મુસ્લિમ મહિલાઓએ કરી છે

બાઈટ 1 સાબેરાબેન બુખારી,સ્થાનિક મહીલા જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.