ETV Bharat / state

જૂનાગઢના લઘુતમ તાપમાનમાં જોવા મળ્યો 3 ડિગ્રી કરતાં વધુનો ઘટાડો

જૂનાગઢના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી કરતાં વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ જોવા મળતુ હોય છે, પરંતુ ગુરુવારે જૂનાગઢ શહેરનું તાપમાન 7 ડિગ્રીની નજીક જોવા મળ્યુ હતું. જે સૂચવે છે કે, શહેરના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી કરતા વધુનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

Junagadh
Junagadh
author img

By

Published : Jan 28, 2021, 5:53 PM IST

  • જૂનાગઢ શહેરના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો
  • આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા
  • જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં ફેબ્રુઆરી મહિનામાં જોવા મળશે કોલ્ડવેવ
  • જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે
    જૂનાગઢ

જૂનાગઢ: શહેરના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી કરતા વધુનો ઘટાડો ગુરુવારે નોંધવામાં આવ્યો છે. વાત જૂનાગઢ શહેરની કરીએ તો જાન્યુઆરી માસ દરમિયાન જૂનાગઢ શહેરનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ નોંધવામાં આવતુ હતુ. પરંતુ આજે ગુરુવારના દિવસે તાપમાન 7 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તે બતાવી આપે છે કે, શહેરના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે જૂનાગઢ શહેરમાં ઠંડા પવનો ફૂંકાય રહ્યાં છે અને લોકો શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

જૂનાગઢ
જૂનાગઢ

ફેબ્રુઆરી માસ દરમિયાન જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શક્યતા

હાલ ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઇ રહી છે. જેને કારણે ખૂબ જ ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે. તેને પરિણામે શહેરના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે લોકો શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઠંડીનો હજુ એક રાઉન્ડ આગામી ફેબ્રુઆરી માસમાં આવી શકે છે. ત્યારબાદ ઠંડી ક્રમશઃ ધીરેધીરે વિદાય લેતી જોવા મળશે. જૂનાગઢ શહેરનું તાપમાન જે સરેરાશ જાન્યુઆરી માસમાં 11 ડિગ્રી નોંધવામાં આવતું હતું, તેમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે અને આ જ પ્રકારે ઠંડીના અન્ય એક રાઉન્ડમાં સરેરાશ તાપમાનમાં વધુ કેટલો ઘટાડો થઈ શકે છે તેની અસર મોટા ભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. આને કારણે ફેબ્રુઆરી માસમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની સ્થિતિ પણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.