સુરતની ઘટના બાદ સરકારે ટ્યૂશન ક્લાસીસ સામે લાલ આંખ કરી છે અને નગરપાલીકાની મંજૂરી વગર ટ્યૂશન કલાસીસ શરૂ નહીં કરવાની સૂચના આપી છે. ત્યારે માંગરોળ શહેરમાં ટ્યૂશન કલાસીસ માત્ર નગરપાલીકા પાસે અરજી આપીને શરૂ કરી દેવાયા છે. જયારે અમુક ક્લાસીસમાં ફાયર સેફટીની પણ સુવિધા જોવા મળેલ નથી. બીજી તરફ મંજૂરી વગરના નગરપાલીકાની મીઠી નજર હેઠળ ચાલતું હોવાનું પણ ચર્ચાઇ રહયું છે, તેથી આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવું લોકો ઇચ્છી રહયા છે.
ખાસ કરીને જોઇએ તો સુરતમાં તક્ષશિલામાં બાળકોનો ભોગ લેવાયા બાદ સરકારે ટ્યૂશન કલાસીસ પર રોક લગાવી છે અને કાયદેસર સરકારની મંજૂરી મેળવીને ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવા કહયું છે. તમામ નગરપાલીકાને સૂચના પણ અપાયેલી છે ત્યારે માંગરોળના ટ્યૂશન સંચાલકોએ અરજી આપીને જ ગેર કાયદેસર હાટડીઓ ખોલી નાખી છે. બાળકોનો વિચાર કર્યા વગર આ નિર્ણય લેવાતાં બાળકોનું શું થશે એતો આવાનારો સમય જ બતાવશે...!