જૂનાગઢ જિલ્લા કોર્ટમાં રાજ્યની અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ બીરેન વૈષ્ણવ દ્વારા વલ્નેરેબલ વિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા ન્યાયાલયના ફેમિલી કોર્ટમાં વલ્નેરેબલ વિટનેસ સેન્ટર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, નાના બાળકો જેવા સંવેનદશીલ સાક્ષીઓ હોય, તેવા સાક્ષીઓ જયારે જુબાની આપવા આવે ત્યારે તેઓને સંપૂર્ણ રક્ષણ મળી રહે તે માટે સાક્ષીઓની એન્ટ્રી અને એક્ઝિટ પણ અલગ-અલગ હોય છે.જેમાં આરોપીઓના રૂમ પણ અલગ હોય જેથી આરોપીઓને સાક્ષીઓ સામ સામે આવી ન શકે. ઉપરાંત સાક્ષીના કુટુંબના સભ્યો તેમજ નાના બાળકો માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
સાક્ષીઓની જુબાની પણ ઈન કેમેરા લઇ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે. આરોપી કોઈ પણ સાક્ષીને ઈનફ્લયુએન્સ ન કરી શકે કે તેની પર હાવી ન થાય કે ડર ન ઉભો કરે અથવા હુમલો ન કરે એ માટે આ વ્યવસ્થાઓ મહત્વની બનતી હોય છે. તેમજ વલ્નેરેબલ વિટનેસ સેન્ટરમાં સમગ્ર કેસ કઈ રીતે ચાલશે તેનું એક ડેમોસ્ટ્રેશન પણ જૂનાગઢના એડીશનલ જજ શ્રી એચ.એ. ત્રિવેદી,ડી.જી.પીશ્રી એન.કે.પુરોહિત, તથા વકીલ શ્રી વાય.એમ.ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું.