જૂનાગઢ ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે (Central Election Commission) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ (Program of Gujarat Assembly Elections) જાહેર કર્યો છે. તે મુજબ ગુજરાતમાં બે તબક્કામાં મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની તમામ સીટો પર મતદાન હાથ ધરાશે. ત્યારે ઉના વિધાનસભા નીચે આવતા બાણેજ મતદાન કેન્દ્રના એકમાત્ર મતદાર (Junagadh Una Sole Voter in Banej Booth) હરિદાસ બાપુ સાથે ETV Bharat સાથેની વાતચીત કરી હતી. ચૂંટણી પંચે તેમના માટે કરેલી વ્યવસ્થા અને ખાસ કરીને લોકશાહીને જીવંત રાખવા માટે એક મતનું શું મૂલ્ય હોય છે. તેને સમજાવવા માટે આખું મતદાન મથક ઊભું કર્યું છે. તેને લઈને વિગતવાર ચર્ચા કરી હતી.
મતદાન મથક ઊભું કરવાની તૈયારી દર્શાવી ગઈ કાલે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરાઈ છે. તે મુજબ પ્રથમ તબક્કામાં ઉના વિધાનસભા બેઠક નીચે આવતા બાણેજ મતદાન મથકના એકમાત્ર મતદાર હરિદાસ બાપુ માટે મતદાનના દિવસે આખુ મતદાન મથક ઊભું કરવાની તૈયારી દર્શાવી છે. જેને બાણ ગંગેશ્વર મહાદેવના મહંત હરિદાસ બાપુ આવકારી રહ્યા છે. ચૂંટણી પંચના આ નિર્ણયને વધાવી રહ્યા છે. વધુમાં હરીદાસ બાપુ જણાવી રહ્યા છે કે જે પ્રકારે ચુંટણી પંચે એક મતનું મૂલ્ય સમજીને જંગલ વિસ્તારમાં મતદાન મથક ઊભુ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને 100 ટકા મતદાન કરે તેવી સૌ મતદારોને આગ્રહ ભરી વિનંતી પણ કરી છે.
મતનું શું મૂલ્ય હોય છે, ઉના વિધાનસભા નીચે આવતા બાણેજ મતદાન કેન્દ્રના એકમાત્ર મતદાર માટે,
સવાલ: ચૂંટણી પંચે તમારા માટે ખાસ મતદાન મથક ઉભો કર્યું છે. કેવી લાગણી અનુભવો છો?
જવાબ: ચૂંટણી પંચ દ્વારા એક મતનું જે મહત્વ સમજ્યું છે અને તેના માટે મતદાન મથક ઊભુ કરવાનો નિર્ણય કર્યો છે, તેના માટે હું ચૂંટણી પંચનો આભારી છું
સવાલ: એક મતનું મહત્વ તમે કઈ રીતે અનુભવો છો?
જવાબ: એક મતનું મહત્વ મારા માટે ખૂબ વધારે છે. એકમાત્ર મતથી કોઈપણ ઉમેદવારની હાર કે જીત નક્કી થતી હોય છે. તે માટે એક મતનું ખુબ મહત્વ હું પોતે અનુભવું છું.
સવાલ: એક મતદાર માટે ઊભું કરાયેલું મતદાન મથક અને વ્યવસ્થા તંત્ર માટે તમે શું અનુભવો છો?
જવાબ: એક દિવસ પહેલા મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારી અને પોલીસ જવાનો બાણેજ પહોંચી જાય છે. અહીં તેઓ રોકાય છે, ભગવાનની નિશ્રામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ મતદાનના દિવસે સવારે હું મારો મત આપવા માટે જાવ છું.
સવાલ: એક મતનું મૂલ્ય ચૂંટણીપંચે સમજીને મતદાન મથક ઊભુ કર્યુ છે. અન્ય બુથો પર સો ટકા મતદાનને લઈને તમે મતદારોને શું કહેશો?
જવાબ: પ્રત્યેક મતદારે પોતાના મત આપવાના અધિકારનો 100 ટકા ઉપયોગ કરવો જોઈએ. આનાથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો એવું માનશે કે મારા મત વિસ્તારના મતદારોએ મને પ્રતિનિધિ તરીકે પસંદ કરવા માટે ઉત્સાહિત છે. જેના પરિણામે ચૂંટણી પૂર્ણ થયા બાદ જે તે લોકો પ્રતિનિધિ લોક ઉપયોગી કામોને લઈને વધુ સંવેદનાથી કામ કરી શકે.
સવાલ: દેશના એકમાત્ર મતદાર તરીકે નવા લોક પ્રતિનિધિ પાસેથી તમે શું અપેક્ષા રાખો છો?
જવાબ: નવા લોક પ્રતિનિધિ બાણ ગંગેશ્વર મંદિર તરફ આવવા માટેના માર્ગોને સારા બનાવે તેવી આશા અને અપેક્ષા હરિદાસ બાપુ રાખી રહ્યા છે. અહીંથી ગામડાના લોકો પસાર થાય છે. જેને કારણે તેને ખૂબ મુશ્કેલી સહન કરવી પડે છે. ત્યારે નવો લોક પ્રતિનિધિ નવા માર્ગોને લઈને ગંભીર બને તેવી ઈચ્છા રાખી રહ્યા છે.
સવાલ: મતદાનના દિવસે આપેલો મત, મત ગણતરીના દિવસે ગુપ્ત રહેતો નથી. આ અંગે તમે શું માનો છો?
જવાબ: મતદાનના દિવસે હરિદાસ બાપુએ કયા પક્ષના ઉમેદવારને મત આપ્યો તે ગુપ્ત રહે છે, પરંતુ મત ગણતરીના દિવસે બાણેજ મતદાન મથકનો એવીએમ ખુલે ત્યારે ગુપ્ત રહેલો મત જાહેર થઈ જાય છે અને આ ઘટના પણ સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર હોવાનો સામે આવ્યું છે.
આજથી 20 વર્ષ પૂર્વે શરૂ થયું હતું મતદાન મથક આજથી 20 વર્ષ પૂર્વે ભારતના ચૂંટણી પંચે ભાણેજ જગ્યાના મહંત સ્વર્ગસ્થ ભરતદાસ બાપુના એક મત માટે અહીં મતદાન મથક ઊભું કર્યું હતું. સતત 19 વર્ષે સુધી ચૂંટણી પંચો દ્વારા આયોજિત રાજ્ય વિધાનસભા લોકસભા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન ભરતદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે. ગત કોરોના સંક્રમણ કાળ દરમિયાન ભરતદાસ બાપુનું અવસાન થતાં હવે તેમની જગ્યા પર નવા મહંત તરીકે તેમના શિષ્ય હરિદાસ બાપુની નિમણૂક કરાય છે. ત્યારે ગત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં (District Panchayat General Elections) હરિદાસ બાપુએ પોતાના માતાધિકારનો ઉપયોગ કરીને બાણેજ મતદાન મથકમાં (Banej Ballot Booth) એકમાત્ર મતદાતા તરીકે મતદાન કર્યું હતું. હવે આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ મહંત હરિદાસ બાપુ એકમાત્ર મતદાર તરીકે બાણેજ મતદાન મથકમાં મતદાર કરવાને લઈને ભારે ઉત્સુક જણાઈ રહ્યા છે.