જૂનાગઢ વન વિભાગ(Junagadh Forest Department) દરિયાઈ અને અન્ય વન્ય જીવ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા ત્રણ આરોપીને પકડી પાડીને કાર્યવાહી શરૂ કરી છે. આજે પકડાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરતા જુનાગઢ જિલ્લા કોર્ટે (Junagadh District Court) તેને બે દિવસના રિમાન્ડ પર વન વિભાગને સુપરત કર્યા છે.
દરિયાઈ સૃષ્ટિ સાથે સંબંધ જૂનાગઢ વન વિભાગે વન્યજીવ અને દરિયાઈ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવતા અને તેનું વેચાણ પ્રતિબંધિત હોવાની ચીજ-વસ્તુઓનું વેચાણ કરતા જુનાગઢના ત્રણ વેપારીને વન વિભાગે (distributing illegal wildlife products) ઝડપી પાડયા છે. વન વિભાગને મળેલી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢ શહેરનામાંથી ત્રણ અલગ-અલગ વેપારીઓ પાસેથી દરિયાઈ જીવસૃષ્ટિને લગતી વનસ્પતિઓ ઇન્દ્રજાળ અને કેટલાક શંખ કે જેનું વેચાણ કરવું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આવી તમામ ચીજવસ્તુઓ સાથે ત્રણ વેપારીને વન વિભાગે ચોક્કસ બાતમીને આધારે પકડી પાડ્યા હતા. જેને આજે જૂનાગઢ જિલ્લા કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા ત્રણેય આરોપીને વન વિભાગના બે દિવસના કબ્જા અને રિમાન્ડ સાથે મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા
કોડીનું શહેરમાં વેચાણ સમગ્ર મામલાને(distributing illegal wildlife products) લઇને વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ એ ભાલીયાએ માધ્યમોને સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઇન્દ્રજાળ દરિયાઇ વનસ્પતિ શંખ તેમજ દરીયા માંથી મળતી કોડીનું શહેરમાં વેચાણ કરવું કે તેના વહેચાન ને લઈને પ્રોત્સાહન આપવું તેને વન વિભાગના કાયદા તળે પ્રતિબંધિત કરાયું છે ત્યારે જૂનાગઢના ત્રણ વેપારીઓ આવી પ્રતિબંધિત વસ્તુઓનું જાહેર વેચાણ થતું હોવાનું સામે આવતા વન વિભાગે જુનાગઢના ત્રણ વેપારીઓ પ્રતિબંધિત દરિયાઇ વનસ્પતિ ઈન્દ્રજાળ શંખ અને કોડી ઝડપી પાડી હતી અને ત્રણેય વેપારી વિરુદ્ધ વન્યજીવ દંડ સંહિતા ની કલમ 9 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
કોડી શંખ છીપલા સાથે અટકાયત અગાઉ ગીર સોમનાથ જિલ્લાના વન વિભાગે પણ અહીંના કેટલાક વેપારીઓ પાસેથી પ્રતિબંધિત કોડી શંખ છીપલા સાથે અટકાયત કરી હતી. વન વિભાગ અંતર્ગત આવતા વન્યજીવ સંસ્કૃતિનું જાહેરમાં વેચાણ કરવું કે તેને પ્રોત્સાહન આપવું અને ખરીદવું તેને પ્રતિબંધિત કરાયું છે. ત્યારે જૂનાગઢમાંથી પકડવામાં આવેલા ત્રણેય વેપારીઓ આવી પ્રતિબંધિત વસ્તુઓ કોની પાસેથી મેળવી રહ્યા હતા. કેટલા સમયથી તેનું વેચાણ કરી રહ્યા હતા. તે તમામ મુદ્દાને લઈને તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલો વન્યજીવ સૃષ્ટિ સાથે સંકળાયેલો છે .એટલે જૂનાગઢ સહિત અન્ય જિલ્લામાં પણ વન વિભાગ તપાસ કરે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.