ETV Bharat / state

જૂનાગઢ : કેશોદ GIDCમાં આવેલા કારખાનામાં ચોરી થતા ખળભળાટ

author img

By

Published : Nov 29, 2020, 5:38 AM IST

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના સોંદરડા રોડ પર આવેલી GIDCમાં શનિવારે ફરીવાર ચોરીનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી કેશોદ શહેરમાં ચોરોએ માજા મૂકી છે અને ચોરીના બનાવો અવાર નવાર બની રહ્યા છે. જે કારણે કારખાના માલિકોમાં રોષ ફેલાયો છે.

કેશોદ
કેશોદ
  • જૂનાગઢ કેશાેદના સોંદરડા GIDCના કારખાનામાં ફરી ચાેરી
  • વેપારી મીલ માલિકોમાં રોષ
  • વેપારીઓએ પાેલીસ સ્ટેશનમાં કરી રજૂઆત

જૂનાગઢ : કેશોદના સોંદરડા રોડ પર આવેલી GIDCમાં શનિવારે ફરીવાર ચોરીનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી કેશોદ શહેરમાં ચોરોએ માજા મૂકી છે અને ચોરીના બનાવો અવાર નવાર બની રહ્યા છે. જે કારણે કારખાના માલિકોમાં રોષ ફેલાયો છે.

કેશોદ GIDCમાં આવેલા કારખાનામાં ચોરી થતા ખળભળાટ

વેપારીઓનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન

વેપારીઓને અવાર નવાર ચોરીની ઘટનાનો ભોગ બનવું પડી રહ્યું છે, ત્યારે શનિવારે વેપારીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. જે કારણે તમામ વેપારીઓ એકી સાથે કેશોદ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરીને ચોરી થતી અટકાવવાની માગ કરી હતી.

દોઢ વર્ષમાં ચોરીની આ ચોથી ઘટના

જ્યારે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં 4 કારખાનાઓમાં ચોરીઓ થાય છે અને લાખો રૂપિયા લુંટાઇ ગયા છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ થય તેવી વેપારીઓ દ્વારા પોલીસ પાસે માગ કરવામાં આવી હતી.

અવધ એગ્રી ઇમ્પેક્ષની ઓફિસમાં તોડફોડ અને 33,200 રોકડની ચાેરી

શનિવારના રોજ જે ચોરી થાય છે. તે અવધ એગ્રી ઇમ્પેક્ષની ઓફિસમાં થઇ હતી. આ ચોરીની ઘટનામાં ચોરી સાથે ઓફિસના કાચ અને ફર્નિચર તોડતા ઓફીસના ફર્નિચરનું આશરે બે લાખથી વધુની નુકસાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

હથિયારધારી ચોર ગેંગથી કારખાનેદારોમાં ભય

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ હથિયાર ધારી ચોર ટોળકી છે અને તેમનો ખૌફ આજુબાજુના તમામ વિસ્તારમાં મચ્યો છે. ત્યારે પોલીસ લાલ આંખ કરીને વહેલીતકે આ ખૌફમાંથી મુક્ત કરે તેવી વેપારીઓ દ્વારા માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.