ETV Bharat / state

ગિરનાર રોપ-વેને ધ્યાને રાખીને જૂનાગઢ ST વિભાગે ભવનાથ સુધી બસ શરૂ કરી - ETV Bharat News

એશિયાના સૌથી લાંબા ગીરનાર રોપ-વે શરૂ થયાને 48 કલાક બાદ જૂનાગઢ ST વિભાગે બસ સેવાની શરૂઆત કરી છે. મંગળવારે પ્રથમ દિવસે ST ડેપોથી ગિરનાર રોપ-વે ભવનાથ સુધી જવા માટે પ્રવાસીઓનો નબળો પ્રતિભાવ જોવા મળ્યો હતો.

ST department
ગિરનાર રોપ વે ને ધ્યાને રાખીને ST વિભાગે ભવનાથ સુધી બસ શરૂ કરી
author img

By

Published : Oct 27, 2020, 11:01 PM IST

  • જૂનાગઢ ST વિભાગે ભવનાથ સુધી બસ સેવાની શરૂઆત કરી
  • ગિરનાર રોપ વે સુધી પ્રવાસીઓ પહોંચી શકે તે માટે બસ શરૂ કરાઈ
  • સવારે 8:00 કલાકથી સાંજના 5 કલાક સુધી બસ શરૂ રહેશે

જૂનાગઢઃ શહેરમાં ST વિભાગે ભવનાથ સુધી બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે વહેલી સવારે 08:00 વાગ્યે આ બસને જૂનાગઢ ST ડેપોથી ભવનાથ તળેટી ગિરનાર રોપ-વે સુધી ચલાવવામાં આવી હતી. પ્રથમ દિવસે યાત્રિકોનો ખૂબ નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો, પરંતુ આગામી દિવસોમાં યાત્રિકો તેનો લાભ લેતા થશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

ST વિભાગે ભવનાથ સુધી બસ શરૂ કરી

ગિરનાર રોપ વે સુધી બસ સેવા શરૂ

ST વિભાગે રોપ વે ના સંચાલન સમયની સાથે જ ST બસનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. સવારે 8:00 કલાકથી લઈને સાંજના 5 કલાક સુધી જૂનાગઢ ST ડેપો પરથી બસનું સંચાલન કરવાનો નિર્ણય ST વિભાગે કર્યો છે.

તહેવારોમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ બસ સેવાનો લાભ લેશે તેવી શક્યતા

દિવાળીનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો છે, ત્યારે તહેવારમાં મોટી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારથી પ્રવાસીઓ જૂનાગઢ આવતા હોય છે. આ સમય દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ST બસમાં બેસે તેવી શક્યતા છે. જેમ લોકો સુધી બસના સંચાલનની માહિતી પહોંચશે તેમ તેમ બસ યાત્રિકોથી ભરપૂર જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.