ETV Bharat / state

Junagadh Sanitation Rally: ક્લીન જૂનાગઢ અંતર્ગત કલેકટર કચેરીથી સ્વચ્છતાના સંદેશા સાથે રેલી યોજાઈ

જૂનાગઢમાં આજે સ્વચ્છ જૂનાગઢના સંદેશા સાથે કલેકટર કચેરીથી એક રેલીનું( Junagadh Sanitation Rally )આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢના શહેરીજનો અને સ્વચ્છતા તેમજ શહેરની વિવિધ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ એ રેલી કાઢીને જૂનાગઢવાસીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો( Junagadh Sanitation Awareness Rally )પ્રયાસ કર્યો હતો.

Junagadh Sanitation Rally: ક્લીન જૂનાગઢ અંતર્ગત કલેકટર કચેરીથી સ્વચ્છતાના સંદેશા સાથે રેલી યોજાઈ
Junagadh Sanitation Rally: ક્લીન જૂનાગઢ અંતર્ગત કલેકટર કચેરીથી સ્વચ્છતાના સંદેશા સાથે રેલી યોજાઈ
author img

By

Published : Dec 18, 2021, 4:09 PM IST

જૂનાગઢઃ સ્વચ્છ જૂનાગઢના સંદેશા સાથે કલેકટર કચેરીથી એક રેલીનું( Junagadh Sanitation Rally ) આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢના શહેરીજનો અને સ્વચ્છતા તેમજ શહેરની વિવિધ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ એ રેલી કાઢીને જૂનાગઢવાસીઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો ( Junagadh Sanitation Awareness Rally )પ્રયાસ કર્યો હતો. આ રેલી કલેકટર કચેરીથી રવાના થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભવનાથ ખાતે સંપન્ન થશે.

શહેરીજનો અને કર્મચારીઓ જોડાયા રેલીમાં

સ્વચ્છ જૂનાગઢ અંતર્ગત આજે જૂનાગઢમાં સ્વચ્છતા રેલીનું (Clean Junagadh Healthy Junagadh )આયોજન કરાયું હતું. શહેરની કલેકટર કચેરીથી(Junagadh District Collectorate ) સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવાયું હતું જેમાં શહેરના નાગરિકો સ્વચ્છતા સાથે જોડાયેલા કર્મચારીઓ અને અન્ય કચેરીમાં કામ કરતા કર્મચારીઓ સ્વચ્છતા રેલીમાં જોડાયા હતા અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા સંદેશો આપ્યો હતો. સ્વચ્છ જૂનાગઢ સ્વસ્થ જૂનાગઢના સૂત્રો અન્વયે જૂનાગઢ શહેર સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે લોકો પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા અને સ્વસ્થતાને જીવનનો ભાગ બનાવે તેવા હેતુ સાથે આ રેલીનું આયોજન થયું હતુ.

સ્વસ્થ જૂનાગઢ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરશે

સ્વચ્છ જૂનાગઢ સ્વસ્થ જૂનાગઢ બેનર નીચે આ રેલીનું આયોજન કરાયુ હતુ. આ સ્વચ્છતા રેલી કલેકટર કચેરીએથી નીકળીને શહેરના વિવિધ માર્ગો પર ફરીને લોકોને સ્વચ્છતા રાખવા અને સ્વચ્છતા થકી સ્વાસ્થ્ય જીવન મળી શકે તેવો સંદેશો લોકોને આપીને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થશે જૂનાગઢ શહેર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પણ પોતાનું નામાંકન કરી શકે અને સ્વચ્છતાને લઈને જૂનાગઢ શહેર સમગ્ર દેશમાં સ્વચ્છ શહેર તરીકે ઉપસી આવે તેને લઈને રેલીનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ શહેરના નાગરિકો સરકારી કર્મચારીઓ અને સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓએ રેલીને સફળ બનાવી હતી.

આ પણ વાંચોઃ Vaccination In Ahmedabad: જાહેર સ્થળોએ પ્રવેશ માટે ફરજિયાત વેક્સિનેશનના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકાર, જાણો કોર્ટે શું કહ્યું

આ પણ વાંચોઃ Organ Donation In Ahmedabad Civil Hospital: 3 બહેનોનો એકના એક ભાઈના અંગદાનથી 5 લોકોને મળ્યું નવું જીવન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.