- રોટરી ક્લબ જૂનાગઢ દ્વારા વધુ એક વખત માનવતા ભરી પહેલ
- શહેરમાં મિથીલિન બ્લ્યુનું વિનામૂલ્યે કરાઇ રહ્યું છે વિતરણ
- કોરોનામાં કારગર હોવાનું માની રહ્યા છે લાોકો
જૂનાગઢ: કોરોના સંક્રમણ કાળમાં રોટરી ક્લબ જુનાગઢ દ્વારા વધુ એક વખત માનવતા ભરી પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરની શાહ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે વિનામૂલ્યે મિથીલિન બ્લ્યુ નામનું રસાયણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સવારના નવથી સાંજના 5 કલાક સુધી કોઈ પણ વ્યક્તિ સંક્રમિત વ્યક્તિના રિપોર્ટ સાથે અહીંથી મિથીલિન બ્લ્યુ વિનામૂલ્યે મેળવી શકે છે. પાછલા કેટલાક સમયથી લોકો મિથીલિન બ્લ્યુના વપરાશ વધી રહ્યો છે. આ સંક્રમણના સમયમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિનામૂલ્યે મિથીલિન બ્લ્યુના વિતરણની વ્યવસ્થા હાથ ધરાઇ છે.
આ પણ વાંચો : જૂનાગઢની દાણાપીઠ બજારમાં ફરી જાહેર કરાયું 66 કલાકનું લોકડાઉન
મિથીલિન બ્લ્યુ નામનું રસાયણ કોરોના કાળમાં કારગર હોવાનું લોકો માની રહ્યા છે
મિથીલિન બ્લુ નામનું રસાયણ કેટલાય સમયથી ટીબીના દર્દીઓના ઈલાજ માટે વાપરવામાં આવી રહ્યું છે આ રસાયણની મદદથી ટીબીના દર્દીઓને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે જેને કારણે વર્ષોથી ટીબીની સારવારમાં મિથીલીન બ્લ્યુ વાપરવામાં આવી રહ્યું છે. ટીબી પણ ફેફસાનો એક રોગ છે, કોરોના સંક્રમણ કાળમાં પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે જેને કારણે ફેફસા ઓ કામ કરતા બંધ થઇ જઈ રહ્યા છે, જેને ધ્યાને રાખીને હવે લોકો મિથીલિન બ્લુ નામના રસાયણનો પણ કોરોના સંક્રમિત દર્દીઓ પર ઉપયોગ કરી રહ્યા છે તબીબો પણ મિથીલિન બ્લ્યુ ના ઉપયોગને હાનિકારક જણાવતા નથી જેને લઇને લોકો મિથીલિન બ્લુ લેવા તરફ પહેલ કરી રહ્યા છે.