જૂનાગઢ : શહેરના પંચેશ્વર વિસ્તાર જે દારૂની હેરાફેરી બનાવટ અને વેચાણ માટે છેલ્લા ઘણા વર્ષોથી કુખ્યાત બનેલો જોવા મળે છે, ત્યારે આજે ફરી એક વખત જુનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રાત્રિના સમયે પંચેશ્વર વિસ્તારના અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. અહીંથી મોટા પ્રમાણમાં દારૂ, દારૂને બનાવવાનો કાચોમાલ તેમજ દારુ બનાવવાના સાધનો સહિત ચાર જેટલા આરોપીની પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે 83 હજાર કરતાં વધુના મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે ઝડપાયો દારુ : જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને પંચેશ્વર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. તેની પૂર્વ માહિતી પ્રાપ્ત થતા પોલીસે રાત્રિના સમયે અહીં દરોડા કરતા 540 લિટર બનાવવામાં આવેલો દેશી દારૂ 23,590 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. સાથે દારૂ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત ચાર મજુર બુટલેગરોને પણ પોલીસે પકડી પાડ્યા છે. પંચેશ્વર વિસ્તારના અલગ અલગ સ્થળો પર 10 જેટલા બુટલેગરો દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા હતા. આ તમામ હાલ પોલીસ પકડની બહાર છે. જેને પકડી પાડવા માટે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
બે મહિલા બુટલેગરોનો સમાવેશ : જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ માધ્યમોને આપેલી વિગતો અનુસાર દેશી દારૂની ભઠ્ઠી ચલાવનારા 10 પૈકી બે મહિલા બુટલેગરો પણ પોલીસની રડારમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી મહિલા બુટલેગરો દેશી દારૂના વ્યવસાયમાં પુરુષ સમોવડી બનવા માટે જાણે કે બેબાકડી બની હોય તે પ્રકારે દેશી દારૂનું ઉત્પાદન કરવાની સાથે તેના વેચાણ કરતી પણ જોવા મળતી હતી, પરંતુ જૂનાગઢ પોલીસની સતર્કતા અને પૂર્વ બાતમીને આધારે મહિલા બુટલેગરો કે જે દારૂના વ્યવસાયમાં પુરુષ સમોવડી બનવા માટે નીકળી પડી હતી. તેનો ભેદ ઉકેલીને પોલીસે આ બંને મહિલા બુટલેગરોને પકડી પાડવા માટે પણ તપાસ શરૂ કરી છે.
- Vadodara Crime : વડોદરામાં મહાઠગ હર્ષિલ લીંબચીયા દારૂ પીતો હતો ને ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત, પેરોલ પર જલસાની નવી વાત
- Porbandar Crime News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર
- Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે