- પકડાયેલા આરોપી પાસેથી 2 લાખ કરતાં વધુનો મુદ્દામાલ પણ ઝડપાયો
- જૂનાગઢ પોલીસે ATM ક્લોટ કરીને ચોરીના 22 કિસ્સા ને કર્યા ઉજાગર
- જૂનાગઢના ફરિયાદીના આધારે પોલીસે આશિષ ચોહાણને રાજકોટથી ઝડપ્યો
જૂનાગઢઃ પોલીસને મોટી સફળતા મળી છે, જૂનાગઢ અને રાજકોટ સહિત કુલ 20 કરતા વધુ ATM ક્લોટ કરીને ચોરી કરવાના આરોપીને બે લાખ કરતા વધુની રોકડ સાથે રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સરકાર દ્વારા ફરાર આરોપીને પકડવા માટે એક ખાસ ઓપરેશન, પોરબંદરમાંથી એક આરોપીની ધરપકડ
55 હજાર કરતાં વધુના સોનાની ખરીદી કર્યાની વિગતો બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી
મૂળ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના વતની જૂનાગઢમાં નોકરી કરતા ફરિયાદી અશ્વિની વર્મા પોતાનો ATM UPI એટીએમમાં ભૂલી જતાં આરોપી આશિષ ચૌહાણે તેને ક્લોટ કરીને તેમાંથી પ્રથમ વખત 2000 અને ત્યારબાદ રાજકોટના કે.કે.જ્વેલર્સમાંથી એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને 55 હજાર કરતાં વધુના સોનાની ખરીદી કર્યાની વિગતો બહાર આવતા જૂનાગઢ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
![જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતાઃ ATM ક્લોટ કરી ચોરી કરતો આરોપી રાજકોટથી ઝડ્પાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-04-froud-photo-01-av-7200745_15052021195602_1505f_1621088762_150.jpg)
પોલીસે આરોપીની પૂછપરછ કરતા એટીએમમાંથી ચોરી કરવાની 20 ઘટનાઓ પણ સામે આવી
પોલીસ દ્વારા પકડવામાં આવેલા આશિષ ચૌહાણ નામના આરોપીની પૂછપરછ કરતા તેમણે રાજકોટ અને કોટડા સાંગાણીમાંથી પણ આ જ પ્રકારે એટીએમ ક્લોટ કરીને ચોરી કર્યાના ગુનાની કબૂલાત કરી છે. જૂનાગઢ પોલીસે આરોપી આશિષ ચૌહાણ પાસેથી 61 જેટલા ક્લોટ કરેલા નકલી એટીએમ કાર્ડ, નકલી એટીએમ બનાવવાના સાધનો, લેપટોપ મોબાઈલ સહિત 2 લાખ કરતાં વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
આ પણ વાંચોઃ સુરતથી વડોદરા સ્નેચિંગ કરવા આવતા 5 શખ્સની કરાઇ ધરપકડ
પકડાયેલા આરોપીએ 22 કરતાં વધુ એટીએમ કાર્ડમાંથી રૂપિયા ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો છે
આરોપીની આકરી પૂછપરછ કરતા ATM ક્લોટ કરવામાં ભેસાણ રહેતા તેના બનેવી પાસેથી પદ્ધતિ શીખીને પકડાયેલા આરોપીએ 22 કરતાં વધુ એટીએમ કાર્ડમાંથી રૂપિયા ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો છે. એટીએમ કાર્ડની ચોરીની ઘટનાને લઇને જૂનાગઢ પોલીસે પકડાયેલા આરોપી અન્ય કેટલાક ગુનામાં સામેલ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.