- જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા
- દાહોદ વિસ્તારની ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ સભ્યોને પકડી પડાયા
- ગેંગ પાસેથી 2.06 લાખ રોકડા, 6.79લાખના સોના ચાંદીના દાગીના મળીને અંદાજિત 8.86 લાખનો મુદ્દામાલ જપ્ત
- જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના 40 કરતાં વધુ ગુના ઉકેલાયા
જૂનાગઢઃ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદના લીમખેડા વિસ્તારની ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ સભ્યોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલી ગેંગ પાસેથી 2.06 લાખ રોકડ 6.79 લાખ સોના ચાંદીના દાગીના મળીને કુલ 8.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી આ ગેંગ જૂનાગઢ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને પોલીસની ઉંઘ હરામ કરી હતી. જેને લઇને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને આ ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગનોના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા ઘરફોડ ચોરી માટે ગેંગની 40 કરતા વધુ ગુનાનો ભેદ ઉકેલાયો ચડ્ડી-બનિયાનધારી ગેંગના સભ્યો દિવસ દરમિયાન જે તે વિસ્તારમાં મજુર જેવી હાલત બનાવીને દિવસે ચોરી કરવાના સ્થળની રેકી કરતા હતા. જેને લઈને તેના પર કોઈને શંકા આજદિન સુધી ગઈ નથી, પરંતુ રાત્રિના સમયે આ જ ગેંગના સભ્યો મજૂરનો વેશ ઉતારીને ચડ્ડી-બનિયાનધારી ગેંગનો પહેરવેશ પહેરીને બંધ અને નિર્જન વિસ્તારના કેટલાક મકાનોને નિશાન બનાવીને ત્યાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. જો કોઈ વ્યક્તિ આ ગેંગનો પ્રતિકાર કરવા માટે આગળ આવે તેવી સ્થિતિમાં આ ગેંગના સભ્યો પથ્થરમારો કરીને પલાયન થવામાં અત્યાર સુધી સફળ રહી હતી, પરંતુ જૂનાગઢ પોલીસને હાથે ઝડપાઇ જતા 40 કરતાં વધુ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગનોના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા ગેંગ પાસેથી પકડાયેલા રોકડ અને દર દાગીનાની વિગત ચડ્ડી-બનિયાનધારી ગંગે જૂનાગઢ શહેર અને જિલ્લા સહિત રાજ્યના બીજા અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. આ ગેંગના સભ્યો પાસેથી 2.6 લાખ રોકડા 6.79 હજારના સોના અને ચાંદીના દાગીના મળીને કુલ ૮.૮૬ લાખનો મુદ્દામાલ પોલીસને જપ્ત કરવામાં સફળતા મળી છે. પકડાયેલા તમામ લોકો પાસેથી વધુ વિગતો જૂનાગઢ પોલીસ મેળવી રહી છે અને આગામી દિવસોમાં વધુ કેટલાંક ચોરીના ભેદ ઉકેલાઇ તેવી જૂનાગઢ પોલીસે શક્યતાઓ વ્યક્ત કરી છે.