જૂનાગઢ : આગામી 23 તારીખે વિક્રમ સંવતની તિથિ મુજબ દેવ ઉઠી એકાદશીના દિવસે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના મહામંડલેશ્વર હરીગીરી મહારાજે પરિક્રમા માટે આવતા પ્રત્યેક પરિક્રમાર્થીઓને ગિરનારની લીલી પરિક્રમા પ્રદૂષણ અને ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અપીલ કરી છે.
અધિકારીઓને તાકીદ રાજ્યની વડી અદાલતે પણ ગિરનારને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત કરવાને લઈને અધિકારીઓને તાકીદ કરી છે ત્યારે લીલી પરિક્રમામાં આવતા પ્રત્યેક પરિક્રમાર્થી પ્લાસ્ટિક પ્રદૂષણ ન ફેલાવે તેવી અપીલ મહામંડલેશ્વર હરીગીરી મહારાજે કરી છે.
પ્લાસ્ટિક પ્રદુષણમુક્ત લીલી પરિક્રમા આગામી 23 તારીખે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, ત્યારે પરિક્રમા પ્રદૂષણ મુક્ત અને ખાસ કરીને પ્લાસ્ટિકના પ્રદૂષણ મુક્ત બને તે માટે મહામંડલેશ્વર હરગીરી મહારાજે સૌ પરિક્રમાર્થીઓને વિનંતી કરી છે, રાજ્યની વડી અદાલતે પણ ગિરનારને પ્રદૂષણ મુક્ત કરવાને લઈને કેટલાક આદેશો કરવામાં આવ્યા છે તે મુજબ ગિરનારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આગામી 23 તારીખથી શરૂ થઈ રહેલી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ સૌથી ઓછું થાય તેવી તકેદારી રાખવા સૌ પરિક્રમાથીઓને હરીગીરી મહારાજે અપીલ કરી છે.
ગિરનાર પ્લાસ્ટિકથી પ્રદૂષિત થઈ રહ્યો છે સનાતન ધર્મની પરંપરા મુજબ દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી પાંચ દિવસ માટે ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા યોજાતી હોય છે. આ પાંચ દિવસો દરમિયાન દર વર્ષે અંદાજિત 10 થી 15 લાખ જેટલા પરિક્રમાથીઓ સમગ્ર દેશમાંથી આવતા હોય છે. ત્યારે પાછલા કેટલાક વર્ષો દરમિયાન પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો વપરાશ ખૂબ વધ્યો છે. જેને કારણે પરિક્રમાના માર્ગ અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ મુશ્કેલી ન ઊભી કરે તે માટે અનેક પ્રયાસો થયા છે. પરંતુ પરિક્રમાર્થીઓની સંખ્યાની સામે તમામ પ્રયાસો સો ટકા સફળ થયા નથી. જેથી થોડે ઘણે અંશે પણ ગિરનાર પ્લાસ્ટિકથી પ્રદૂષિત થઈ રહ્યો છે.
મહામંડલેશ્વર હરીગીરી મહારાજની અપીલ: આજે પરિક્રમા શરૂ થવાના એક અઠવાડિયા પૂર્વે મહામંડલેશ્વર હરીગીરી મહારાજે સૌ પરિક્રમાથીઓને શુભકામનાઓ પાઠવી છે અને ઘરેથી નીકળતી વખતે પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓ વગર ભવનાથ આવે તેવી આગ્રહ ભરી વિનંતી પણ કરી છે.