ETV Bharat / state

Junagadh News: પૌરાણિક સિક્કાઓનું સંગ્રહાલય શરૂ, નાણું એક આખા યુગની યાદ અપાવશે - Junagadh history

આમ તો જૂનાગઢને નવાબોની નગર કહેવામાં આવે છે. અહીંના રાજવી શાસની એક અમીટ છાપ અંગે ઈતિહાસકારો સમયાંતરે એનું વર્ણન કરે છે. ઐતિહાસિક વારસાથી લઈને આજની આધુનિકતા સાથે કદમતાલ કરતા જૂનાગઢના ઐતિહાસિક સોપાનમાં વધારો થયો છે. શહેરમાં એક મ્યુઝિયમ શરૂ થયું છે. જેમાં રાજવીકાળથી લઈને અત્યાર સુધીના ચલણના દર્શન થશે. જોઈએ એક ખાસ રીપોર્ટ

Junagadh News: પૌરાણિક સિક્કાઓનું સંગ્રહાલય શરૂ, નાણું એક આખા યુગની યાદ અપાવશે

author img

By

Published : May 4, 2023, 10:14 AM IST

Junagadh News: પૌરાણિક સિક્કાઓનું સંગ્રહાલય શરૂ, નાણું એક આખા યુગની યાદ અપાવશે

જૂનાગઢઃ રાજ્યના સ્થાપના દિવસે જૂનાગઢમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા મજેવડી દરવાજા રક્ષિત સ્મારકમાં એક સાથે અનેક રાજા રજવાડા અને અંગ્રેજોની યાદ અપાવતા સિક્કાઓનું મ્યુઝિયમ શરૂ થયું છે. અહીં એક સાથે અનેક શાસકોની યાદ અને તેના શાસન કાળના ઈતિહાસને વર્ષો પછી પ્રવાસીઓને જોવા મળશે. જેમાં ઈતિહાસ સાથે વૈવિધ્યની વાત જાણવા મળશે. આ ઉપરાંત રાજવી શાસન સાથેની કેટલીક ઝાંખીઓ પણ મુલાકાતીઓ સમક્ષ તાજી થઈ જશે.

આ પણ વાંચોઃ Junagadh News : ગિરનાર અભયારણ્ય જાહેર થયા પછી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ

સંગ્રહાલય શરૂ થયુંઃ રાજ્યના સ્થાપના દિવસે જૂનાગઢમાં ઐતિહાસિક અને ઇતિહાસ સાથે જોડાયેલા મજેવડી દરવાજા રક્ષિત સ્મારકમાં સંગ્રહાલયની શરૂઆત થઈ છે. અહીં બ્રિટિશ કાળ દરમિયાન પ્રસિદ્ધ થયેલા સિક્કાઓ, મુગલ સમ્રાટો અને દેશી રાજા રજવાડાઓની સાથે ભારતની મુખ્ય ચાર ટંકશાળાઓ દ્વારા સમયાંતરે પ્રસિદ્ધ કરાયેલા નાણા અને જેને ભારતના ઇતિહાસ સાથે જોડવામાં આવે છે, તેવા પ્રાચીન સિક્કાઓનું સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું છે. આ સિક્કાઓ ભારતના પ્રાચીનતમ અને રાજા રજવાડા તેમજ મુગલોના શાસનકાળને ફરી એક વખત પ્રવાસીઓની નજર સમક્ષ સિક્કાના રૂપમાં જીવંત કરી રહ્યા છે.

બ્રિટિશ કાળમાં સિક્કાઓઃ વર્ષ 1835થી લઈને 1862 સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ચલણી સિક્કાઓ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1862થી લઈને 1947 સુધીમાં જે સિક્કાઓ બનાવવામાં આવ્યા તેમાં બ્રિટિશરોના ચિત્રો અંકિત કરાયા હતા. બ્રિટિશ શાસનકાળમાં બનાવાયેલા સિક્કા ભારતની સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશોમાં એક સમાન રૂપે લાગુ કરવામાં આવ્યા હતા. વર્ષ 1835 થી લઈને 1847 સુધી બ્રિટિશ છાપ મુજબ ચલણી સિક્કાઓ બનાવવામાં આવતા હતા. ત્યારબાદ 1862 થી લઈને 1947 સુધી પંચમાર્ક સિક્કાના ચલણની પ્રથા પણ અમલમાં મૂકવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Wildlife Photography: ભાગ્યે જ જોવા મળતી ક્ષણ કેમેરામાં કેદ,

અનેક સિક્કાનું ક્લેક્શઃ આ મુજબના સિક્કાઓનું નિર્માણ પણ ટંકશાળાઓમાં થતું જોવા મળ્યું હતું. આ તમામ સિક્કાઓ જુનાગઢના સંગ્રહાલયમાં જોવા મળે છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પંચમાર્ક સિક્કાઓનું પણ ચલણ જોવા મળતો હતું. જે ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં ચલણી સિક્કા તરીકે વિભાજીત થયા હોવાનું પણ જોવા મળે છે. પશ્ચિમી પંચમાર્ક સિક્કાને ગંધાર શૃંખલા અને મધ્ય કોસલા શૃંખલા તેમજ મગધ શૃંખલા અંતર્ગત પણ પંચમાર્ક સિક્કાઓનું નિર્માણ શરૂ કરાયું હતું. મુગલ સમ્રાજ્યના વિસ્તાર બાદ મગધ પંચમાર્ક, સિક્કાઓનું ચલણ વધવા લાગ્યું હતું.

રાજાશાહી શાસનના સિક્કાઃ આ સિવાય જૂનાગઢમાં શરૂ કરાયેલા સિક્કાના સંગ્રહાલયમાં મુગલો બ્રિટિશરો અને જેતે સમયે ભારતના દેશી રાજા રજવાડાઓના સમયમાં પ્રસિદ્ધ થતા ચલણી સિક્કાઓ પણ પ્રવાસીઓના પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. ભારતમાં મુખ્યત્વે ચાર ટંકશાળા જોવા મળતી હતી. મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ અને વર્ષ 1988 માં શરૂ થયેલી નોઈડા. પણ સિક્કાઓના નિર્માણ સાથે સંકળાયેલી મુંબઈ ટંકશાળાના સિક્કાઓમાં પ્રસિદ્ધ થયાના વર્ષની નીચે હીરાનું નિશાન અથવા તો અંગ્રેજીમાં B કે M અંકિત કરવામાં આવતું હતુ.

આ પણ વાંચોઃ Gir Gadhada Education: ઈનોવેશનથી એજ્યુકેશન,

કોલકાતા ટંકશાળાઃ કોલકાતા ટંકશાળા કે જેને ભારતની પ્રથમ ટંકશાળા માનવામાં આવે છે. કોલકાતા ટંકશાળામાં નિર્માણ થયેલા સિક્કામાં કોઈ ચિન્હ કે નિશાન જોવા મળતા ન હતા. પરંતુ પ્રસિદ્ધ થયાના વર્ષની નીચે અંગ્રેજીમાં C અંકિત કરવામાં આવતુ હતું. હૈદરાબાદ ટંકશાળામાં બનાવાયેલા સિક્કામાં પ્રસિદ્ધ થયેલા વર્ષની નીચે સ્ટારનું નિશાન અંકિત કરવામાં આવતું હતું. ભારતની સૌથી આધુનિક નોઈડા ટંકશાળામાં નિર્માણ થયેલા સિક્કાના વર્ષની નીચે ગોળ ટપકું કરવામાં આવતુ હતુ. આમ ભારતની મુખ્ય ચાર ટંકશાળાઓમાં નિર્માણ થયેલા સિક્કાઓની ઓળખ પણ વિશેષ જોવા મળે છે. જેનો લાભ જૂનાગઢ આવતા પ્રવાસીઓ મેળવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.