- જૂનાગઢ મનપા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જાદુગરનો લિધો સહારો
- વધી રહેલું પ્લાસ્ટિકનું પ્રદૂષણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે મનપાનો અનુકરણીય પ્રયાસ
- જાદુના ખેલ મારફત લોકોને પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ બંધ કરવા સમજાવવામાં આવ્યા
જૂનાગઢઃ જૂનાગઢ શહેરમાં આઝાદીના અમૃત મહોત્સવ(Amrut Mahotsav of Independence)ની ઉજવણી થઇ રહી છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા(Junagadh Municipal Corporation) દ્વારા પણ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢ મનપા વિસ્તારમાં સતત વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદુષણ(Plastic pollution)ને લઈને જૂનાગઢ મનપા ઘણી ચિંતિત જોવા મળી રહી છે. પરંતુ પ્લાસ્ટિકનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે આવી સ્થિતિમાં જૂનાગઢ મનપાએ સ્થાનિક જાદુગર(magician)નો સહારો લઈને પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
જાદુના ખેલ થકી લોકોને પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરવા સમજાવવાનો પ્રયાસ
સતત વધી રહેલું પ્લાસ્ટિકનું પ્રદૂષણ હવે ચિંતાનો વિષય છે આવી પરિસ્થિતિ પ્લાસ્ટિકનું પ્રદુષણ ઘટે તે માટે જૂનાગઢ મનપાએ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક જાદુગરનો સહારો લઈને જાદુના ખેલ થકી લોકોને મનોરંજન આપીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરવાની માહિતી જાદુના ખેલ થકી આપી હતી. આ કાર્યક્રમ જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં સતત આયોજિત કરવામાં આવશે જેના થકી લોકોને મનોરંજન પૂરું પાડીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરવાની અને ઉપયોગી માહિતી પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે છે તે માટેની કામગીરી આગામી દિવસોમાં હજુ પણ શરૂ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ ગિરનાર જંગલમાં રાખવામાં આવેલી સૂચનાના બોર્ડ નીચે જ સિંહણનો અદભુત પોઝ, તસવીર થઈ કેમેરામાં કેદ
આ પણ વાંચોઃ દિવાળીના તહેવારોને લઈને જૂનાગઢ ST વિભાગનું આગોતરુ આયોજન, અનેક રૂટનું એડવાન્સ બુકિંગ ફુલ