- સાસણ અને આસપાસના માર્ગને લઈને જૂનાગઢના સાંસદ લખ્યો વન પ્રધાનને પત્ર
- સાસણ અને આસપાસના નેસમા રોડનું કામ કરવા મંજૂરી આપવા કરી માગ
- વનવિભાગ મંજુરી આપે તો રોડનુ કામ ઝડપથી કરવામાં આવે તેવી રાજેશ ચુડાસમાની માગ
જૂનાગઢ: સાંસદ રાજેશ ચુડાસમાએ સાસણ સહિત આસપાસના નેસ વિસ્તારના અંદાજિત 17 કિલોમીટર જેટલા આરક્ષિત અને અન આરક્ષિત જંગલ વિસ્તારમાંથી માર્ગના નવીનીકરણને લઈને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને પત્ર લખીને કામ તાકીદે શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. સાંસદની ગ્રાંટમાંથી આ રોડની કામગીરીને મંજૂર કરવામાં આવી છે પરંતુ કોઇ કારણોસર કેટલીક કાયદાકીય અને નિયમોની આંટીઘૂટીને કારણે રોડનું કામ શરૂ થયું નથી એને લઈને રાજેશ ચુડાસમા એ કામ શરૂ થાય તે માટે કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ ને પત્ર લખીને માગ કરી છે.
આ પણ વાંચો : IPLના ઈતિહાસમાં અત્યાર સુધીના 8 વર્તમાન કેપ્ટનનું પ્રદર્શન કેવું રહ્યું? જાણો
વન્ય વિસ્તારમાં કોઈ પણ કામ માટે વન વિભાગની મંજૂરી જરૂરી
આરક્ષિત અને અનઆરક્ષિત જંગલ વિસ્તારમાંથી કોઈપણ બાંધકામ કે માર્ગના નવીનીકરણ તેમજ તેના તમામ કામને લઈને પ્રથમ વન વિભાગને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવી પડે છે, આવા કિસ્સામાં વનવિભાગ જ્યાં સુધી મંજૂરીની મ્હોર ન મળે ત્યાં સુધી રોડના નવીનીકરણ કે તેના સમારકામને લઈને કોઈ કામ હાથ પર લેવામાં આવતું નથી. જેને લઇને સાસણ અને આસપાસમાં જંગલ વિસ્તારમાં આવતી નેસોના માર્ગનું નવીનીકરણનું કામ અટકી પડ્યું છે. જેને શરુ કરવાની કેન્દ્રીય વન વિભાગ તાકીદે મંજૂરી આપે તેવી માગ સાથેનો પત્ર રાજેશ ચુડાસમા એ કેન્દ્રીય વઞ પ્રધાન ભુપેન્દ્ર યાદવને લખ્યો છે.
આ પણ વાંચો : પંડિત દીનદયાળ જયંતિ નિમિતે મુખ્યપ્રધાને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી