- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આગામી રવિવાર સુધી રહેશે બંધ
- સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
- સોમવાર બાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગળનો નિર્ણય લેવાશેજૂનાગઢ
જૂનાગઢ: સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ આગામી શુક્રવારથી લઈને રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે યાર્ડ સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે. આ દિવસો દરમિયાન માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ સદંતર બંધ રહેશે. આ દિવસો દરમ્યાન ખેડૂતો અને વેપારીઓને પણ યાર્ડમાં કોઈપણ પ્રકારની ગતિવિધિ માટે પ્રવેશ નહિ મળે. બંધનો ચુસ્તપણે અમલ કરવો તેવું પણ યાર્ડના સત્તાધીશોએ નિર્ણય કર્યો છે.
![જૂનાગઢ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-05-yard-vis-01-pkg-7200745_13042021173000_1304f_1618315200_593.jpg)
રાજ્ય સરકાર અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોમવાર બાદ કરાશે નિર્ણય
જે પ્રકારે કોરોના સંક્રમણ સતત ભય જનક રીતે આગળ વધી રહ્યું છે તેને જોતા સોમવાર બાદ પણ માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસોની ખરીદ વેચાણની ગતિવિધિ પૂર્વવત બને તેને લઈને અનેક શંકાઓ ઉદ્ભવી રહી છે. માર્કેટીંગ યાર્ડના સચિવ પી એસ ગજેરાએ યાર્ડ બંધ રાખવાના નિર્ણય અંગે માધ્યમોને જાણકારી આપી હતી.