ETV Bharat / state

42 દિવસ બાદ જૂનાગઢની કોરોના સામે હાર, તબીબ અને તેના સહાયકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ - વૈશ્વિક મહામારી કોરોના

42 દિવસની લડાઇને અંતે કોરોના સામેની લડાઈમાં જૂનાગઢની હાર થતી જોવા મળી છે. મંગળવારની સવારે જૂનાગઢ જિલ્લા માટે માઠા કહી શકાય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ભેસાણ CHCમાં કામ કરતા તબિબ અને તેના સહાયકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અંતે જૂનાગઢ પણ સંક્રમિત જિલ્લાઓની યાદીમાં સામેલ થતું જોવા મળ્યું છે.

42 દિવસ બાદ જૂનાગઢની કોરોના સામે હાર
42 દિવસ બાદ જૂનાગઢની કોરોના સામે હાર
author img

By

Published : May 5, 2020, 4:26 PM IST

જૂનાગઢઃ વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં છેલ્લા 42 દિવસથી સતત લડતું આવતું અને તમામના આશ્ચર્યની વચ્ચે વિજેતા બનતું જતું જૂનાગઢ 42 દિવસ બાદ કોરોના સામેની લડાઈમાં હાર પામતુ જોવા મળ્યું હતું. મંગળવારે સવારે જૂનાગઢ શહેર અને જિલ્લા માટે માઠા કહી શકાય તેવા સમાચારો પ્રાપ્ત થયા હતા. જિલ્લાના ભેસાણ CHCના તબીબ અને તેના સહાયકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો.

42 દિવસ બાદ જૂનાગઢની કોરોના સામે હાર, તબીબ અને તેના સહાયકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ જિલ્લામાં હડકંપ

છેલ્લા 42 દિવસથી કોરોના સામે લડતું જૂનાગઢ આજે હારતું જૂનાગઢ બની રહ્યું હતું, જેનો વસવસો જિલ્લાના તમામ અધિકારીઓની સાથે જિલ્લાના લોકોને પણ છે, તેમ છતાં હજુ પણ કેટલાક લોકો કોરોના વાઇરસને ગંભીરતાથી લેતા નથી અને શહેર અને જિલ્લાને વધુ ચિંતામાં મૂકી શકે તે પ્રકારે બિનજરૂરી આવન-જાવન કરતા જોવા મળી રહ્યા હતા.

જૂનાગઢ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થયા બાદ મંગળવારથી મોટાભાગના વ્યાપારિક સંકુલોને કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી, ત્યારે શહેરમાં જે પ્રકારે ભીડભાડ વાળા દ્રશ્યો દિવાળીના સમયમાં જોવા મળતા હોય તેવા જ દ્રશ્યો મંગળવારે જૂનાગઢ શહેરના રાજમાર્ગો પર જોવા મળ્યા હતા.

તબીબ અને તેના સહાયકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ જિલ્લામાં હડકંપ

કોરોના પોઝિટિવ દર્દી આવ્યા છતાં પણ જૂનાગઢ શહેરના લોકો જાણે કે કોરોના સામે બિલકુલ બિંદાસ થઈને ફરતા હોય તે પ્રકારે બિનજરૂરી વાહન લઇને આવન-જાવન કરતા જોવા મળ્યા હતા, જેના કારણે શહેરમાં કોરોનાનું પ્રમાણ વધવાની સાથે ફેલાય પણ શકે છે. તેવી ચિંતા ઊભી થઈ રહી છે, પરંતુ જૂનાગઢના લોકો છે કે તમામ પ્રકારની સાવચેતી સૂચનાઓ અને અનુશાસનનો ઉલાળિયો કરતા હોય તે પ્રકારે બિલકુલ સામાન્ય દિવસોની માફક આવન જાવન કરી રહ્યા હતા, જે જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ચિંતા ઊભી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.