જૂનાગઢમાં: ગઈ કાલે જુનાગઢના કડીયાપાડ વિસ્તારમાં મકાન ધરાસાઈ થવાના કિસ્સામાં સંજય ડાભીની સાથે તેના બે પુત્રો તરુણ અને રવિ ડાભીનું મકાનના કાટમાળમાં દબાઈ જવાને કારણે મોત થયું હતું. ત્યારે આજે સાંજના સમયે મૃતક સંજય ડાભીના ધર્મપત્ની એ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા જૂનાગઢ શહેરમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગઈ કાલે પતિ અને બે પુત્રોને ગુમાવનાર મયુરીબેન ગંભીર આઘાતમાં સરી પડ્યા હતા. આપઘાત કરી લીધા બાદ તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
માનસિક સ્થિતિ કથળી: ગઈ કાલની હોનારતમાં પતિ અને બે બાળકોને ગુમાવનાર મહિલાખૂબ જ ભાંગી પડ્યા હતા. નજરની સામે પતિ અને બે માસુમ પુત્રનું મોત થતા તેનો આઘાત તેવો જીરવી શક્યા નહી હોય અને આઘાતજનક પરિસ્થિતિમાં આજે મહિલાએ અચાનક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
આત્મહત્યા કરવાનો પ્રયાસ: મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હાલ તો મહિલાની હાલત બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોવા મળી રહે છે. તેઓનું નિવેદન હજુ સુધી પોલીસ મેળવી શકી નથી. સમગ્ર મામલામાં એફઆઇઆર કરવાની લઈને પણ હજુ કામગીરી શરૂ થઈ નથી પરંતુ ગઈ કાલના અકસ્માતના આઘાતમાં મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે.
શુ બની હતી ઘટના: જૂનાગઢની દાતાર રોડ પર કડિયાવાડ શાકમાર્કેટના પાછલા વિસ્તારમાં 40 વર્ષ જૂનું જર્જરિત થયેલું મકાન ધરાસાયી થતા ચાર વ્યક્તિના મકાનના કાટમાળમાં દબાઈ જવાથી મોત થયા છે. મકાનનું કાટમાળ હટાવતી વખતે તેમાંથી જીવતી બિલાડી બહાર આવી હતી. જેને કુદરતના ચમત્કાર સમાન માનવામાં આવે છે. પંરતુ ચાર લોકોના મોતના કારણે જૂનાગઢ આખું ઘેરા શોકની લાગણીમાં જોવા મળી રહ્યું છે.
- Junagadh Building Collapse : શું જુનાગઢ મનપા પાસે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર નથી ?
- Junagadh Building Collapse: જૂનાગઢમાં 3 માળનું મકાન ધરાશાયી થતા, એકજ પરિવારના 3 લોકો સહિત 4 લોકોના નિપજ્યા મોત
- Junagadh News : રામ રાખે તેને કોણ ચાખે, ચાર વ્યક્તિના જીવ લેનાર કાટમાળમાંથી જીવતી બિલાડી બહાર આવી