ETV Bharat / state

Junagadh News : હોળીના તહેવાર પર જલેબી જેવી મધુર ઘેવર મીઠાઈનું અનેરું મહત્વ

હોળીના તહેવાર નિમિત્તે જૂનાગઢમાં ઘેવર નામની મીઠાઈનું ભારે મહત્વ માનવામાં આવે આવે છે. આ મીઠાઈ માત્ર હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે જ બનાવવામાં આવે છે. ખાસ કરીને સિંધી સમુદાયના લોકો હોળીના દિવસે ઘેવર મીઠાઈનું દાન પણ કરતા હોય છે, ત્યારે શું ઘેવર મીઠાઈનું મહત્વ જૂઓ.

Junagadh News : હોળીના તહેવાર પર જલેબી જેવી મધુર ઘેવર મીઠાઈનું અનેરુ મહત્વ

author img

By

Published : Mar 7, 2023, 10:52 AM IST

હોળીના તહેવાર નિમિત્તે ખાસ બનાવવામાં આવે છે ઘેવર નામની મીઠાઈ

જૂનાગઢ : હોળી અને ધુળેટીના તહેવાર પર ખાસ કરીને સિંધી સમુદાયમાં પ્રચલિત ઘેવર મીઠાઈનું ચલણ ખૂબ જ જોવા મળે છે. આ બે દિવસો દરમિયાન ઘેવર મીઠાઈની મોટાપાયે ખરીદી પણ થતી હોય છે, ત્યારે મીઠાઈની દુકાન ધરાવતા વેપારીઓ પણ હોળી અને ધુળેટીના દિવસો દરમિયાન ઘેવરની માંગને પહોંચી વળવા માટે અગાઉ તૈયારી કરતા હોય છે. હોળી અને ધુળેટીના દિવસે દરમિયાન ખાસ કરીને સિંધી સમુદાયના લોકોમાં ઘેવર મીઠાઈનું સારું મહત્વ જોવા મળે છે. આ બે દિવસો દરમિયાન સિંધી સમાજના પ્રત્યેક ઘરમાં ઘેવર મીઠાઈ આરોગવાની સાથે મીઠાઈને દાન દેવાનું પર મહત્વ જોવા મળે છે.

ઘેવર નામની મીઠાઈ
ઘેવર નામની મીઠાઈ

જલેબીને મળતી આવતી ઘેવર મીઠાઈ : ઘેવર મીઠાઈ જલેબીના કુળ સાથે મળતી આવે છે. જે પ્રમાણે જલેબી બનાવવામાં આવે છે. તે મુજબ ઘેવરને પણ બનાવવામાં આવે છે. ઘેવર બનાવવામાં ફર્ક એટલો છે કે ગરમ તેલમાં સ્ટીલના કાઠા મૂકીને કાઠાની વચ્ચે ખૂબ જ પાતળા ઘેવર બનાવવામાં આવે છે. જલેબીને સીધી તેલમાં તળવામાં આવે છે, વળી જલેબી ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. તો ઘેવર મેંદાના લોટમાંથી બનાવાઈ છે.

ચાસણીમાં ડુબાડીને તેને મીઠી બનાવવામાં આવે

આ પણ વાંચો : Holi 2023 : વાલમ બાપાની નનામી કાઢીને મહિલાઓએ પોક મુકીને સમાજને આપ્યો સંદેશો

ઘેવર મીઠાઈનું મહત્વ : તેલમાં તળાયા બાદ જલેબીની માફક ઘેવરને પણ ચાસણીમાં ડુબાડીને તેને મીઠી બનાવવામાં આવે છે. જેમ જલેબી સમગ્ર વર્ષ દરમિયાન અને કોઈ પણ પ્રસંગે બનાવી કે ખાઈ શકાય તેવી મીઠાઈ છે, પરંતુ ઘેવર જલેબીની માફક સમગ્ર વર્ષભર મળતી અને બનાવવામાં આવતી મીઠાઈ નથી. જેને લઈને ખાસ હોળીના બે દિવસ દરમિયાન ખાસ કરીને સિંધી સમાજના લોકોમાં ઘેવર મીઠાઈનું ખૂબ જ મહત્વ છે.

ઘેવર મેંદાના લોટમાંથી બનાવાય
ઘેવર મેંદાના લોટમાંથી બનાવાય

આ પણ વાંચો : Holi 2023: ગાંધીનગરના પાલજ ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી, જાણો અંબાલાલે વરસાદની શું આગાહી કરી ?

લોકોના સ્વાદ અને પસંદ પ્રમાણે ફ્લેવરમાં ઘેવર : સામાન્ય રીતે ઘેવર જલેબીની માફક બનાવવામાં આવે છે. જેનો સ્વાદ મીઠો રાખવામાં આવે છે, પરંતુ સ્વાદ રસિકો, કંદોઈની અનુકૂળતા અને બજાર કિંમતને ધ્યાને રાખીને જલેબીની માફક ઘેવર પણ કેસર ગુલાબ કે અન્ય ફ્લેવરની બની શકે છે. તેના બજાર ભાવ તેમાં ભેળવવામાં આવતી ફ્લેવરને કારણે વધઘટ થઈ શકે છે. હાલ તો સામાન્ય રીતે મીઠા ઘેવર બની રહ્યા છે. જેના પ્રતિ કિલોના ભાવ 100થી 150ની આસપાસ જોવા મળી રહ્યા છે. હોળી અને ધૂળેટીનો તહેવાર પૂર્ણ થતાં ઘેવર મીઠાઈની દુકાનોમાંથી પણ ધીમે ધીમે અદ્રશ્ય બનતા જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.