જૂનાગઢ : પોષ મહિનાની પૂનમથી મહા મહિનાની પૂનમ સુધી એક માસ દરમિયાન માઘ સ્નાનનું આયોજન થતું હોય છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં એક મહિના દરમિયાન અતિ પવિત્ર માનવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી ધાર્મિક વાયકાઓ મુજબ આ એક મહિના દરમિયાન માઘ સ્નાનમાં ભાગ લીધેલા પ્રત્યેક વ્યક્તિ જાણે કે અજાણે તેમના દ્વારા થયેલા પાપનો નાશ કરવાની શક્તિ માઘ સ્નાનમાં જોવા મળે છે. જેથી પોષ સુદ પૂનમથી લઈને મહા સુદ પુનમ સુધી એક મહિના દરમિયાન માઘ સ્નાન વિધિ ધાર્મિક સંસ્કાર અને પરંપરા મુજબ યોજવામાં આવે છે.
માઘ મહિના દરમિયાન સમુદ્ર સ્નાન સૌથી ઉત્તમ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયા મુજબ માઘ મહિનામાં કરવામાં આવતા સ્નાનમાં સમુદ્ર સ્નાનને સૌથી સર્વોત્તમ માનવામાં આવ્યું છે. માઘ મહિના દરમિયાન સમુદ્રમાં એક વખત સ્નાન કરવાથી 30 દિવસ સ્નાન કર્યાનું પુણ્ય પ્રત્યેક ભાવિકોને પ્રાપ્ત થતું હોય છે અને સાથે સાથે જાણે કે અજાણે થયેલા તમામ પ્રકારના પાપો ના નાશ માટે માઘ સ્નાન મહત્વનું માનવામાં આવે છે. જેને લઈને આજે પણ માઘ મહિના દરમિયાન માઘ સ્નાનની વિધિ યોજાય છે.
ગુરુકુળ શિક્ષણમાં માઘ સ્નાનનું મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં ગુરુકુળ શિક્ષણને સર્વોત્તમ માનવામાં આવ્યું છે, ત્યારે વર્ષોની પરંપરા મુજબ માઘ મહિના દરમિયાન ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે અહીં તેમને ધર્મની સાથે આર્થિક ઉપાર્જનનું શિક્ષણ અપાવતા શિક્ષકો અને સંતો દ્વારા એક મહિના દરમિયાન સતત માઘ સ્નાન કરવામાં આવે છે. એક મહિના દરમિયાન વહેલી સવારના 04થી 6:00 વાગ્યાના અરસામાં નિત્યક્રમે માઘ સ્નાન વિધિ ધાર્મિકતા સાથે પૂર્ણ કરવામાં આવે છે. આ વિધિમાં ભાગ લેનાર તમામ જીવોના જીવનમાં આદર્શ ગુણોનું સિંચન થાય અને સાથે સાથે પ્રત્યેક જીવ દ્વારા થયેલા પાપોનો નાશ પણ માઘ સ્નાન કરતું હોય છે.
નદી સરોવર ઘાટ અને સમુદ્રનું સ્નાન છે પવિત્ર માઘ સ્નાનમાં સમુદ્ર સ્નાનને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એક મહિના દરમિયાન સમુદ્રમાં એક વખત સ્નાન કરવાથી 30 દિવસ સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતો હોય છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં અતિ મહત્વની અને પવિત્ર મનાતી ગંગા નદીમાં એક દિવસ સ્નાન કરવાથી 15 દિવસનાનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. એવી નદીઓ કે જેનું મિલન સમુદ્રમાં થતું નથી. તેવી નદીઓમાં સ્નાન કરવાથી ત્રણ દિવસનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. વધુમાં સનાતન ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ પવિત્ર સરોવરો તળાવ ઘાટ અને કુવાના પાણી વડે કરવામાં આવતા માઘ સ્નાનને પણ પવિત્ર માનવામાં આવ્યું છે. વધુમાં એક મહિના સુધી કરવામાં આવેલા સ્નાનને એક મહિના સુધી કરવામાં આવેલા ઉપવાસ સાથે પણ સરખાવવામાં આવે છે.
આ પણ વાંચો શ્રદ્ધા સ્નાન અને સંક્રાંતિ: દામોદર કુંડમાં દેહશુદ્ધી માટે લગાવાઈ છે ડૂબકી
ચંદ્રના પ્રકાશમાં મટકામાં રાખેલુ પાણી પણ ગંગા જેવું પવિત્ર કોઈ પણ ભાવિકો માઘ સ્નાન કરવા માંગતા હોય અને તેમના નિવાસ્થાનની નજીક કોઈ નદી સરોવર તળાવ ઘાટ કે સમુદ્ર ન હોય આવા વ્યક્તિઓ પણ ધાર્મિક વિધિ વિધાન સાથે પોતાના ઘરે માઘ સ્નાન વિધિ કરી શકે છે. નવા માટીના મટકામા ચંદ્રના પ્રકાશની નીચે આખી રાત રાખવામાં આવેલા પાણીમાં મળસ્કે ચારથી છ વાગ્યાના અરસામાં સ્નાન કરવામાં આવે તો તેને ગંગામાં સ્નાન કર્યા બરોબર માનવામાં આવે છે. તેથી ભાવિકોને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો માઘ મહિનો 2023: માઘ મહિનામાં આ ત્રણ સ્નાન કરવાનું ભૂલશો નહીં, દાનનું છે વિશેષ મહત્વ
માઘ સ્નાનને ચાંદ્રાયણ સાથે પણ સરખાવવામાં આવે પોષ સુદ પૂનમથી મહા સુદ પૂનમ સુધી એક મહિના દરમિયાન કરવામાં આવેલા માઘ સ્નાનને ચાંદ્રાયણ સાથે પણ સરખાવવામાં આવે છે. આ દરમિયાન પ્રત્યેક ભાવિકોએ આઠ જેટલા કોળીયા પ્રસાદ તરીકે ગ્રહણ કરવાના હોય છે. 24 કલાક દરમિયાન ગ્રહણ કરેલા 8 કોળીયાનો પ્રસાદ પ્રત્યેક ભાવિકોને માઘ સ્નાનના કરવા બરોબર પુણ્ય પ્રાપ્ત કરાવતું હોય છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં મહત્વનું ગણાતું માઘ સ્નાન હવે તેના અંતિમ દિવસો તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં પણ માઘ સ્નાન વિધિથી ભાવી ભક્તો અને ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પોતાની જાતને પુણ્યશાળી બનાવી હતી.